ખેડૂત મોબાઈલ સહાય યોજના Farmer Smartphone Scheme Gujarat @Ikhedut
ખેડૂતને મોબાઈલ ખરીદી પર સહાય અરજી ફોર્મ શરૂ Khedut Sahay Yojana | Know Your Farmer Scheme | Farmer Smartphone Sahay Yojana | ખેડૂતને મોબાઈલ ખરીદી પર સહાય । ikhedut Portal 2024 રાજ્યના ખેડૂતોને ખેતી સંબંધિત માહિતી મળી રહે તે હેતુથી ખેતીવાડી ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓના લાભ મેળવવા માટે તથા ઘેર બેઠા સરળતાથી ઓનલાઇન અરજી કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા સૌપ્રથમ વર્ષ 2021-22 માં રાજ્યના ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવા અંગેની યોજના અમલી બનાવી હતી. કૃષિ ક્ષેત્ર ડગલેને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજી નો ઉપયોગ થકી નવી ખેતી ઉપયોગી અધતન ટેકનોલોજી નો ઉપયોગ કરીને વધુમાં વધુ આવક મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે જેમાં ખેડૂતો દ્વારા હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંબધિત રોગ જીવાત ઉપગ્રહ ની માહિતી, ખેડૂત ઉદ્યોગ વિવિધ પ્રકાશનો, નવીન ખેતી પદ્ધતિ ટેકનોલોજી વગેરે તમામ પ્રકારની માહિતી મેળવવા માટે ખેડૂતો સ્માર્ટફોન નો ઉપયોગ કરતા હોય છે સ્માર્ટ ફોન ખરીદવા માટે સરકાર દ્વારા વધુમાં વધુ 6000 એટલે કે મોબાઈલની ખરીદીના 40% લેખે સહાય આપવા માટે આ યોજના બહાર પાડેલ છે આ યોજનાનો લાભ ચાલુ વર્ષ મા