હેલ્લો દોસ્તો કેમ છો ? મજામાં ને ! આશા છે કે બધું ખુશ મંગલ હશે . તબિયત પાણી પણ સારા જ હશે પરિવાર જનો પણ એક દમ મજામાં જ હશે.
આપ જાણો છો કે દોસ્તો હાલ કોરોના મહામારી ખુબજ મોટા પ્રમાણમાં પ્રસરી રહી છે તો આ કોરોના મહામારી એક ભયાનક બીમારી છે જેની તકેદારી અને યોગ્ય સંભાળ થી તેને માંથી શકાય તેમ છે તેને સામે લડી શકાય તેમ છે આ બીમારી કોઈ મોટા પ્રમાણમાં ભયાનક કે દાનવી જેવી નથી હા પણ તેનાથી સાવધાની રાખવી તે ખુબજ જરૂરી છે.
અત્યારે કોરોના ગુજરાત માં ફરી બેકાબૂ થયો છે આની પાછળ ક્યાયકને ક્યાંક આપને જવાબદાર છીએ જો આપ થોડી તકેદારી રાખીએ તો કોરોના ફરી કંટ્રોલ માં આવિ જાંય તેમ જ છે, આપણ ક્યાંક સાંભળ્યું હશે કે નામ છે તેનો નાશ અવશ્ય છે તો આ કોરોના કાયમ માટે નથી તેનો પણ એક સમય આવતા નાશ થવાનો જ છે પરંતુ જ્યાં સુધી તે નાશ ના થાય ત્યાં સુધી આપને તેની સામે એક યોદ્ધા માફક લડવાનું છે.
અહી અમે આપને કેટલાક કોરોના ના લક્ષણો અને કોરોના થી બચવા માટે કેવા પ્રકારના પગલાં લઈ શકાય તે જાણવાની કોશિશ કરી છે જેથી કરીને કોરોના ફેલાતો અટકી શકે કહેવત માં કહ્યું છે ને જન ચેવા તેજ પ્રભુ ચેવા તો આપ પણ આ પોસ્ટ વધુને વધુ લોકો સુધી પહંચાડીને લોકોને જાગૃત કરવામાં આપનો ફાળો આપશો. આ પોસ્ટ કોઈક ને ઉપયોગી થશે તો તેવા લોકો ના જીવ પણ બચી શકે તેમ છે.
પહેલા તો આપણે કોરોનના કઈ રીતે ફેલાય છે તે અને તેના લક્ષણો વિશે જાણીએ કે કોરોનાના લક્ષણો કેવા પ્રકારના હોય છે કોરોના થાય તો શું શું થાય છે ?.
👉 કોરોના કઈ રીતે ફેલાય છે ?
કોરોના એક વ્યકિત દ્વારા બીજા વ્યકિતના સંપર્ક માં આવવાથી ફેલાય છે.
👉 કોરોનનાં લક્ષણો કે લક્ષણિક્તા :
કોરોના થયેલ વ્યકિતના નીચે મુજબના લક્ષણો જોવા મળે છે :
• માથાનો દુખાવો
• શ્વાસ લેવામાં ખુબજ તકલીફ થાય
• શિક આવે
• ઉધરસ
• તાવ
• ગાળામાં બળતરાં
• ઊલટી
• કિડની ફેઇલ
• વગેરે હોય શકે છે
આપણે ઉપર મુજબ કોરોના ના લક્ષણો જોયા બાદ હવે કોરોનાથી બચવા માટે કેવા પ્રકારના પગલાં લઈ શકાય છે તે વિશે સમજીએ.
👉 કોરોનાથી બચવાના ઉપાયો :
>> આપના હાથ વારે વારે સાબુથી અથવા આલ્કોહોલ વાળા કોઈ પણ પદાર્થ અથવા સેનીટાઈજર થી ધોતા રહો.
>> માસ્ક ફરજીયાત પહેરો જ.
>> આજુ બાજુ ના વિસ્તારમાં રહેલ લોકો સાથે બેઠવાનું અને ટીકામાં રહેવાનું ટાળો.
>> ઉધરસ કે ખસી આવે તે સમયે આપ તિષ્યું પેપર કે આપના હાથની મુઠીનો ઉપયોગ કરો.
>> જો તમને ઉધરસ કે ખસી આવતી હોય તો બને ત્યાં સુધી કોઈ વ્યક્તિ સાથે હાથ મેલવાનું ટાળો.
>> ઘરની ગૃહિણીઓ અઠવાડિયાનું શક ભાજી એક સાથે ખરીદીને રાખે દરરોજ શાકભાજી લેવા જવાનું ટાળો .
>> જે લોકો નોકરિયાત છે અથવાતો પોતાનો બિઝનેસ ચલાવે છે તેવા લોકો કેવળ પોતાના ઘરથી ઓફિસ અને ઓફિસ થી શિધા ઘરે આવવાનું રખો બહાર જવાનું કે જાહેર લોકો ભેગા થતા હોય તેવા સ્થળોએ જવાનું ટાળો.
>> બહાર પાનના ગલ્લા અને જાહેર હોય તેવી કોઈ પણ લારિયે ચા ને પાણી અથવા પાન માવા ખાવા જવાનું ટાળો બને ત્યાં સુધી આ તમામ ઘરેજ ઉપયોગ કરો.
>> જો ભારે બીમારી હોય તો જ દવાખાને જવાનું રખો બાકી હળવી બીમારીની દવા ડોક્ટર ને ફોન કરીને ઘરેથી જ લય શકાય છે.
>> બિન જરૂરી Covid ની હોસ્પિટલ ની મુલાકાત લેવાનું ટાળો.
>> હોસ્પિટલ જતા સમયે કેવળ દર્દી અને સાથે એક જ વ્યક્તિ જવાનું રખો આખા ગ્રુપ કે ટોળા યે જવાનું ટાળવું જોઈઅે.
>> હોસ્પિટલ ખબર કાઢવા જવાનું ટાળો.
>> હોસ્પિટલ સામે ટોળા કે સમૂહ માં મળવાનું ટાળો.
>> બિન જરૂરી કોઈ પણ વ્યક્તિને મળવું જોઈએ નહિ ભલે પછી તે કોઈ સબંધી જ કેમ ના હોઈ.
>> સગા સબંધી કે મિત્રો કે કોઈ પણ વ્યક્તિ સાથે રૂબરૂ મુલાકાત કરતા ફોન પરજ મુલાકાત લેવી જોઈએ .
>> કરણ વગર કોઈપણ વ્યક્તિ ને મળવાનું ટાળો.
>> બાળકો , વૃદ્ધો, અને વડીલો તથા મહિલાઓને બિન જરૂરી બહાર જવા દેશો નહિ તેમનું વધારે ધ્યાન રાખો.
>> બહાર જતી વખતે માસ્ક ને ફરજીયાત પહેરો જ અથવા આખું ફેસ ઢકાઈ જાય તેવું કાપડ સાથે રખો અને ફેસ પર બાંધી રખો.
>> સરકારે બહાર પડેલ ગાઇડલાઈન્સ નું ફરજીયાત પાલન કરો તેના બહાર પાડેલ નિયમ અને સૂચનાનું પાલન કરો.
>> કોરીનાથી બચવા માટે લોકોમાં જન જાગૃતિ ફેલાવો.
>> ખોટા સમાચાર કે ખોટા વાહિયાત પ્રશ્નોથી લોકોને ડરાવશો નહિ.
👉 આટલી વસ્તુ અવશ્ય કરો :
~> ઉધરસ કે ખસી આવે તે સમયે આપ આપના હાથની જગ્યાએ રૂમાલ અથવા કોઈ કાપડનો બને તો ઉપયોગ કરો જેથી કરીને કીટાણુ બહાર વાતાવરણ માં ના ફેલાય.
~> મીઠા ના પાણીથી દરરોજ કોગળા કરો.
~> આપના હાથ થોડા થોડા સમયે વારે વરે ધોતા રહો.
~> ભીડ ભરેલી જગ્યા પર જવાનું ટાળો કારણ કે કોરોના વ્યકિતના સંપર્ક માં આવવથી વધુ ફેલાય છે.
~> કોઈ પણ વ્યક્તિ ને મળતા સમયે એક હાથ જેટલું તેમની વચ્ચે અંતર રખો.
~> પૂરતો આરામ લ્યો અને નિયમિત કસરત કરવાનું રખો જેથી રોગ પ્રતિકારક શકિત વધે.
~> પ્રયપ્ત માત્રામાં પાણીનું સેવન કરો અને વધારે પાણી પીવાનું રાખો.
~> જો કોરોના ના કોઈ પણ લક્ષણ જણાય તો આપ જલ્દી ડર્યા વગર ડોક્ટરની મુલાકાત લ્યો અને કોરોના ટેસ્ટ કરવો.
~> વ્યક્તિગત સ્વાસ્થ્ય પર ધ્યાન આપો જેથી કરીને કોરોના ના થાય શકે.
👉 આટલી વસ્તુ ના કરો :
~> હાથ ધોયા વગર આખ , કાન, કે નાક ને અડવાનું ટાળો.
~> કોઈ પણ વ્યક્તિ ને મળતા સમયે સાથ મિલ્લવાનું, ગળે લાગવાનું કે ચૂમવાનું ટાળો.
~> જાહેર જગ્યા પર થુકવાનું ટાળો આવા સ્થળો પર લોકો વધારે આવતા હોય છે.
~> ઉપયોગ થઈ ગયેલ હોય તેવા તિશ્યું પેપર અને રૂમાલ ને જાહેરમાં ફેંકવાનું ટાળો.
~> ઉધરસ ખાધેલ હાથને જ્યાં ત્યાં અડવાનું કે ટચ કરવાનું ટાળો.
~> જાહેર સ્થળોએ પાન માવા કે ધૂમ્રપાન કરવાનું ટાળો.
~> જો આપને કોઈ પ્રકારની ઉધરસ હોય કે શરદી જેવું હોય તો બને ત્યાં સુધી કોઈ બીજી વ્યક્તિ પાછે જવાનું ટાળો.
~> બને તો પશુ માસ ખાવાનું થોડા સમય કે દિવસો સુધી બંધ રાખો.
~> પશુ બજાર કે જ્યાં મોટી માત્રામાં જાનવર હોય તેવા સ્થળોએ જવાનું ટાળો.
👉 જો કોરોના થઈ ગયો હોય તો શું કરવું જઈએ ?
>> ડર્યા વગર કોરોના રિપોર્ટ કરવો ડોક્ટરની મુલાકાત લ્યો.
>> ડોક્ટરના જણાવ્યા મુજબ દવા નો નિયમિત ઉપયોગ કરો તથા જો કોરોના સામાન્ય હોય તો ઘરે જ હોમ કોરોંટાઈઝ થાવ.
>> એક રૂમમાં એક પોતે કોરોના થયેલ વ્યકિત જ રહે .
>> કોરોના દર્દીને ખાવા પીવાની વસ્તુ દૂરથી આપો તથા તેમની નજીક જવાનું ટાળો.
>> કોરોના થઈ ગયેલ વ્યક્તિને હકારાત્મક આશ્વાસન આપો તેમને ધિક્કારો નહિ .
>>કોરોના થઈ ગયેલ વ્યક્તિએ મીઠાના પાણીથી વારંવાર કોગળા કરવા જોઈએ.
👉 કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આટલું કરો :
• દરરોજ સાંજ અને સવારે પ્રાણાયામ કરો .
• તુલસીના પાન , ફુદીનો , મરી જેવા આયુર્વેદ થી ઉકાળો બનાવીને દરરોજ પીવાનું રખો.
• ગરમ પાણીમાં મીઠું મેળવીને પાણીથી કોગળા કરવાનું રખો.
• બને તો ગરમ પાણી જ પીવાનું રખો જેથી કરીને પાચન તંત્ર કાર્યક્ષમ બને છે અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે.
• કોરોના થી બચવા માટે બેસ્ટ સૂઠ છે સુઠ ને જીભ પર મૂકીને તેનો રસ ધીમે ધીમે ગળા નીચે ઉતારો.
• દરરોજ સાંજે અજમાને કોલસામાં નાખીને જે ધુમાડો નીકળે છે તે શ્વાસ માં લ્યો.
અહી ઉપર દર્શાવેલ તમામ પ્રકારના કોરોના થી બચવાના ઉપાયો જે નિષ્ણાત ડોક્ટરો દ્વારા જણાવવામાં આવેલ છે તે મુજબ જો આપ તકેદારી રાખશો તો કોરોના થી જરૂર બચી શકાય તેમ છે.
આપ આ માહિતી આપના સંપર્કમાં હોય તેવા તમામ લોકો અને સબંધી ને શેર કરશો જેથી કરીને તે કોરોના સામે લડી શકે તથા કોરોનથી બચવાના ઉપાયો જાણી શકે જો આપને કોઇપણ વધારે માહિતી ની જરૂર હોય તો અમે નીચે આપેલ contact form દ્વારા આપ અમારો સંપર્ક કરી શકો છો.
કોરોનાથી બચાવ માટે લોકોમાં જન જાગૃતિ ફેલાવી તે ખુબજ જરૂરી છે આપ આ કાર્ય કરી ને સમાજને ઉપયોગી થય શકો તેમ છો , અને આપ કોરોના સામે લડી રહેલ ડોક્ટરો અને કોરોના યોદ્ધા તેવા તમામ મિત્રો ને સહયોગ આપી શકો તેમ છો આ પોસ્ટ લોકોમાં બને ત્યાં સુધી ફેલાવો જેથી કરીને તે જાગૃત થઈ શકે.
આપ ઘરે જ રહો બિન જરૂરી બહાર જવાનું ટાળો અને કોરોના આ ચેઈન ને તોડવામાં મદદરૂપ બનો .
=====================