દિવ્યાંગ લગ્ન સહાય યોજના ગુજરાત !! Divyang Marriage Assistance Scheme !! - �� *Panchmukham Citizen Service Center*��

દિવ્યાંગ લગ્ન સહાય યોજના ગુજરાત !! Divyang Marriage Assistance Scheme !!

લગ્ન સહાય યોજના ગુજરાત,દિવ્યાંગ માટે ૫૦૦૦૦રૂપિયા સહાય,દિવ્યાંગ લગ્ન સહાય,લગ્ન સહાય યોજના,Marriage Assistance Scheme,lagan mate sarkari sahay,apang sah

દિવ્યાંગ લગ્ન સહાય યોજના ગુજરાત

    હેલ્લો મિત્રો કેમ છો ? મજામાં છો ને !! આજે અમે આપની સમક્ષ એક નવીન ગુજરાત સરકારની યોજના લઈ ને આવ્યા છે જે આપની આજુ બાજુ ના વિસ્તારમાં કોઇપણ દિવ્યાંગ લોકોના લગ્ન થાય હશે તો તેમના માટે આ યોજના આશીર્વાદ રૂપ સમાન છે આ યોજના ખાસ કરીને કોઈ રીતે શારીરિક કે માનસિક રીતે અપંગ કે દિવ્યાંગ છે તેવા લોકો માટે જ છે, આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે આ યોજના નો લાભ ગુજરાત સરકારના કોઇપણ દિવ્યાંગ પુરુષ અને મહિલા અથવા બંને લઈ શકે છે આ યોજના અંતર્ગત દિવ્યાંગ દીઠ રૂપિયા ૫૦૦૦૦/- ની સહાય મહવા પાત્ર છે તો આ સહાય કઈ રીતે મળે છે ? ક્યારે મળે છે ? અને કેવી રીતે મળે છે ? યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું ?  અને ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવું ? ક્યાં અધિકારીનો સંપર્ક કરવો ? વગેરે માહિતી અમે અહી નીચે આપેલ છે, તો આપ સંપૂર્ણ લેખ વચીને  યોજના અંગે માહિતી મેળવી શકો છો અને આપના આજુ બાજુ માં રહેતા સિવાયની લોકો  ને આ માહિતી આપીને આપ મદદ કરી શકો છો .

    જે દિવ્યાંગ લોકો છે અને ગુજરાત ના રહેવાસ છે તેવા કોઇપણ વ્યકિતના લગ્ન થાય ત્યારે તેમને સહાય રૂપે સરકાર તરફથી પૂરા ૫૦૦૦૦/- રૂપિયા મળવા પાત્ર છે આટલી રકમ દિવ્યાંગ માટે ખુબજ કહેવાય છે , જો બંને દિવ્યાંગ વચ્ચે લગ્ન થાય એટલે કે પુરુષ અને મહિલા બંને દિવ્યાંગ હોય અને તેમના લગ્ન થાય તો તેમને પૂરા ૧૦૦૦૦૦/- રૂપિયા મળવા પાત્ર છે અને કેવળ કોઈ એક પુરુષ અથવા મહિલા કે જે દિવ્યાંગ હોય તેમના લગ્ન થાય તો તેવા કિસ્સામાં પુર ૫૦૦૦૦/- રૂપિયા મળવા પાત્ર છે.

👉 યોજનાનું નામ 
દિવ્યાંગ લગ્ન સહાય યોજના

👉 યોજનાની શરઆત ક્યારે થઈ ?
સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ ના રજૂ થયેલ ઠરાવ સાથે તારીખ ૩૧/૦૭/૨૦૧૪ થી અમલમાં 

👉 યોજનાના લાભ મળતી રકમ 
બંને દિવ્યાંગ માટે ૧૦૦૦૦૦/- રૂપિયા જેમાં એક દિવ્યાંગ વ્યકિત બીજી દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે
અને કોઈ એક દિવ્યાંગ માટે ૫૦૦૦૦/- રૂપિયા જેમાં કોઈ દિવ્યાંગ વ્યકિત એક સામાન્ય અને સારી વ્યક્તિ સાથે લગ્ન કરે 

👉 સહાય કઈ રીતે મળે છે ?
અરજીની ચકાસણી થઈ ગયાં બાદ જેટલી રકમ મળવા પાત્ર છે તેટલી રકમનો ચેક આપવામાં આવે છે જે અરજદારે કેવળ પોતાના ખાતામાં જ વટાવી શકે છે.

👉 અરજી કઈ રીતે થઈ શકે છે ?
ઓનલાઇન અને ઓફ્લાઇન બંને પ્રકારે

👉 કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ?
ગુજરાત સરકાર દ્વારા

👉 યોજનાનો મુખ્ય ઉદ્દેશ
જ્યારે દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે તેમની આર્થિક સ્થિતિ અને મુજવણ ને પહોંસી વળવા મટે અને સમાજ સામે સામાન્ય સન્માન સાથે પોતાનું જીવન જીવી શકે તે માટે આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવેલ છે.

👉 યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે ?
 ગુજરાત ના દિવ્યાંગ દંપતીને અથવા કોઇપણ એક દિવ્યાંગ પણ ચાલે જેમકે પુરુષ અથવા મહિલા દિવ્યાંગ હોય તો પણ યોજના નો લાભ મળી શકે છે

👉 યોજના માટેના પાત્રતાના ધોરણો 
• ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.

• જ્યારે લગ્ન થાય છે ત્યારે પુરુષની વય ૨૧ વર્ષ થી વધુ હોવી જોઈએ અને મહિલાની વય ૧૮ વર્ષ થી વધુ હોવી જોઈએ.

• યોજનાનો લાભ કેવળ એક જ વખત મળવા પાત્ર છે જેમકે એક જ વાર લગ્ન થયે મળશે પુનઃ લગ્નના બંધનમાં મળવા પાત્ર નથી.
• જે કિસ્સામાં બંને દંપતીઓ અલગ અલગ જિલ્લાના હશે આ વા સમયે જે જિલ્લામાં તેમને વસવાટ કરવાનો રહશે તે જિલ્લામાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વિભાગ ને અરજી કરવાની રહેશે.

• જો કોઇપણ ગુજરાત ની દિવ્યાંગ વ્યકિત કોઈ અન્ય જિલ્લાના વ્યકિત કે દિવ્યાંગ સાથે લગ્ન કરશે તેવા સંજગોમાં આ સહાય મળવા પાત્ર રહશે તે માટે જેતે જિલ્લામાં તેમને દિવ્યાંગ અંતર્ગત કોઈ સહાય મળવા પાત્ર મળેલ નથી તેનું બાહેધરી પત્રક રજૂ કરવાનું રહશે જેથી કરીને તેને ગુજરાત સરકાર દ્વારા આ સહાય મળવા પાત્ર થશે.

• આ યોજના અંતર્ગત કુલ ૨૧ પ્રકારની દિવ્યાંગતા માટે સહાય મળવા પાત્ર છે જે માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા આવશ્યક છે.

👉 દિવ્યાંગ શેનો શેનો સમાવેશ થાય છે ?
• આંખોનું અંધત્વ ૪૦% થી વધુ હોય તેમને આ યોજના નો લાભ મળવા પાત્ર છે.

• આનુષંગિક અને વાંશિક જન્મથી કોઈ સ્નાયુ ૪૦% થી વધારે ખામી વાળા હોય તેમને માટે પણ આ યોજનાના મળવા પાત્ર .

• જે કાન થી સાંભળવામાં બહેરાશ ૭૦% થી ૧૦૦% ધરાવે છે તેમને પણ આ યોજના નો લાભ મળવા પાત્ર.

• શરીરમાં ક્રોનિક ન્યુરોલોજીકલ અંગે સ્થિતિ ૫૦% અથવા તેનાથી વધુ હોય તેમના માટે પણ આ યોજના નો લાભ મળવા પાત્ર.

• કોઇપણ પ્રકારની શારીરિક ઇજા થયેલ હોય અને તેમાં રક્તસ્રાવ ૪૦% થી વધુ થતો હોય તેમને પણ આ  યોજના નો લાભ મળવા પાત્ર.

• શરીરના સ્નાયુઓે ની કઠોરતા હોય અથવા તેમાં ધુજાંરી આવતી હોય તેની શક્યતા ૪૦% થી વધુ હોય તેમને પણ આ યોજના નો લાભ મળવા પાત્ર.

• માનસિક રીતે અસ્થિર મગજના હોય તેનું પ્રમાણ ૫૦% કે તેથી વધુ હોય તેમને પણ આ યોજના નો લાભ મળવા પાત્ર.

• હિમોગ્લોબિનની થી કોઇપણ પ્રકારની ધટના થયેલ હોય અને તેની માત્ર ૪૦% થી વધુ હોય તેમને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર.

• રક્તપિત્ત થી સજા થયેલ અને ૪૦ % થી વધુ હોય તેમના માટે પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર.

• જેમને દીર્ઘ કાલીન અનેમિયા થયેલ હોય તેની માત્રા ૫૦% થી વધુ હોય તેમને માટે આ યોજનાનો લાભ મળવા પાત્ર.

• જે કોઈ એસિડ હુમલાનો ભોગ બનેલ હોય અને તેનાથી ૫૦% કરતા વધારે નુકશાન થયેલ હોય તેને પણ આ યોજના લાભ હેઠળ આવરી લેવામાં આવેલ છે.

• હલન સલન માં ૪૦% વાંધો હોય તેવા ને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર.

• સેરેબલ પાલ્સી ૪૦% થી વધુ હોય તેમને પણ આ યોજનાઓ લાભ મળવા પાત્ર.

• જેનું વામનતા ૪૦% થી વધુ હોય તે પણ આ યોજનાઓ લાભ લઈ શકે છે.

• બહુવિધ સ્કલેરોસિસના કારણે શરીર ની માસ પેશીઓ મજબૂત અને કઠણ થઈ ગઈ હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે.

• મગજ ની કંઇપણ માનસિક બીમારી હોય તો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

• કોઇપણ ખાસ પ્રકારની વિકલાંગતા હોય તેવા માટે પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર.

• ઉપર આપેલ ઉપરાંત જે વધારાના દિવ્યાંગ માં આવતા હોય અને તેની માત્રા ૫૦% કે તેથી વધુ હોય તેમને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.

👉 ઓનલાઇન અરજી કઈ રીતે કરવાની રહશે ?
• અરજદારે જે આ યોજનાઓ લાભ મેળવવા માંગે છે તેમને પહેલા ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/ પર જવાનું રહશે આ સતાવાર વેબસાઇટ અમે નીચે આપેલ જ છે આપ ત્યાંથી પણ અરજી કરી શકો છો.

• આ વેબસાઇટ પર જઈને સૌપ્રથમ અરજદારે પોતાનું રજી્ટ્રેશન કરવાનું રહશે,

• રજી્ટ્રેશન થઈ ગયા બાદ લોગીન થવાનું રહશે અને સહાયનો પ્રકાર પસંદ કરવાનો રહશે જે દિવ્યાંગ લગ્ન સહાય યોજના રહશે.

• હવે,  તે પસંદ કર્યાં બાદ અરજદારે જરૂરી વિગત ભરવાની રહેશે અને પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહશે અને ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહશે ત્યારબાદ અરજી સબમિટ કરવાની રહશે.

👉 અરજી સાથે જોડવાના જરૂરી પુરાવા 
• ઓનલાઇન અરજી કરી છે તે અરજીની નકલ
• આધારકાર્ડ ની નકલ બંને દંપતીના 
• દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર ની નકલ 
• બેંકની પાસ બુક ની નકલ
• પાસપોર્ટ સાઇઝ ના ફોટો
• લગ્ન સમયનો ફોટોઝ બંને દંપતી સાથેનો
• લગ્ન અંગેની કંકોત્રી 
• ચૂંટણી કાર્ડ ની નકલ
• રેશન કાર્ડ ની નકલ
• લગ્ન નોંધણી પ્રમાણપત્ર માન્ય સરકારશ્રી નુ
• વગેરે વધારાના ડોક્યુમેન્ટ્સ ની જરૂર હશે તો ઉમેરવાના રહશે.

👉 આપેલ કે કરેલ અરજી ક્યાં જમાં કરાવી કે ક્યાં મંજૂર કરાવવી ?
જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિલ્લા વિભાગ જઈને આ અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ જોઇન્ટ કરીને અરજી આપવાની રહેશે.

    જીલ્લા સુરક્ષા અધિકારી ને જો અરજી યોગ્ય લાગશે તો આપની અરજી ચકાસી લાઈને આપની સહાય મંજૂર કરવામાં આવશે અને આપની જે સહાય મળવા પાત્ર છે તેટલી રકમનો આપને ચેક આપવામાં આવશે જે અરજદારે પોતાના બેંક ખાતામાં જ વતાવાનો રહશે.

     આશા છે કે અમે અહી જણાવેલ માહિતી આપન
 ઉપયોગી થશે અને આપ તે સારીરીતે સમજી ગયા હશો જો આપને કોઇપણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો અમે આપન જરૂરથી આપના પ્રશ્નો જવાબ આપીશું આપ અમારો સંપર્ક આપેલ contact form દ્વારા કરી શકો છો આભાર.


👉 લગ્ન સહાય યોજનાની ઓનલાઇન અરજી કરવા માટે : અહી ક્લિક કરો 

إرسال تعليق

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...