Namo Tablet Scheme - �� *Panchmukham Citizen Service Center*��
المشاركات

Namo Tablet Scheme

નમો ટેબ્લેટ યોજના,ડિજિટલ ગુજરાત ટેબ્લેટ સહાય,Digital Gujarat Tablet Scheme,Tablet sahay yojana,namo Tablet,NAMO Tablet

Digital Gujarat Tablet Scheme 2022

ડિજિટલ ગુજરાત ટેબ્લેટ સહાય યોજના 2022 :
આપણા દેશમાં ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ભારતને સંપૂર્ણ ડિજિટલ બનાવવા માટે ભારતના વિદ્યાર્થીઓને પણ આધુનિક બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી કરીને આવનારી પેઢી આધુનિક ટૂલ્સનો ઉપયોગ કરીને ડિજિટલાઇઝેશનના યુગમાં પોતાને સંપૂર્ણ રીતે આધુનિક અને ડિજિટલ બનાવી શકશે અને આવનારો સમય ભારત માટે ઘણો સારો અને આધુનિક યુગ વાળો બની રહશે. ભારતને ડિજિટલ બનાવવા અને શિક્ષણની દુનિયામાં ક્રાંતિ લાવવા માટે આપણા દેશના વડાપ્રધાન દ્વારા નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી છે, આ યોજના અંતર્ગત ગુજરાત ના તમામ વિદ્યાર્થી ને સાવ સસ્તા અને બ્રાન્ડેડ ટેબ્લેટ મળી રહશે જેની કિંમત માત્ર ૧૦૦૦ સુધી જ રહશે. આ ટેબ્લેટનો ઉપયોગ કરીને તમે તમારું ભવિષ્ય ડિજિટલ ઇન્ડિયા તરફ વળી શકશો અને અભ્યાસ પણ ઓનલાઇન કરી શકો છો.
નામ – નમો ટેબ્લેટ યોજના 2022

સહાયનો પ્રકાર - રાજ્ય સરકારની યોજના

રાજ્ય - ગુજરાત

ટેબ્લેટ બ્રાન્ડ - Lenovo / ACER

કિંમત - 1000

ડિજિટલ ગુજરાત ટેબલેટ અધિકૃત વેબ સાઈટ – digitalgujarat.gov.in

   મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ઑફિશિયલ જાહેરાત કરવામાં આવી છે તે કે ગુજરાત ના વિદ્યાર્થીઓ માટે ૫૦૦૦૦  ટેબ્લેટ નું વિતરણ કરવામાં આવશે અને આ ટેબલેટ ની ગુણવત્તા સારી અને ખુબજ બ્રાન્ડેડ હશે. સાથે તેમને એમ પણ જણાવેલ કે આ ટેબલેટ ની કિંમત જે મૂળ ૧૧૦૦૦ ની આજુબાજુ છે તે ફક્ત ને ફક્ત ૧૦૦૦ માં જ મળશે.

જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવેલ બીજી અગત્યની બાબતો
• વિદ્યાર્થીઓને ૧૦૦૦ માં ટેબલેટ મળશે
• કુલ 50 હજાર ટેબલેટનું વિતરણ કરવામાં આવશે

અત્યાર સુધી ટેબલેટ નું વિતરણ કેમ કરવામાં ના આવ્યું હતું તેનું કારણ પણ તેમને જણાવેલ હતું જે નીચે મુજબ છે
ટેક્નિકલ ખામીને કારણે ટેબલેટની ડિલિવરી થઈ શકી નથી
ટેકનિકલ ખામી શું હતી?

   રાજ્ય સરકારે વર્ષ 2017માં  નમો ટેબ્લેટ યોજના શરૂ કરી હતી. વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી આ યોજના હેઠળ ટેબલેટ આપવામાં આવ્યા હતા પરંતુ ગયા વર્ષે કોરોનાના રોગચાળાને કારણે તેઓને આ યોજના હેઠળ ટેબલેટ મળી શક્યા ન હતા. ટેબલેટની નબળી ગુણવત્તા અને ચીન સાથેની પરિષપારિક સંબંધની  ખેસ તાણની સમસ્યાના કારણે ગુજરાત સરકારે ચીન માંથી ટેબલેટ લેવાનું બંધ કર્યું જેથી આ યોજના બંધ હતી.
   ગુજરાત સરકારની નમો ઈ ટેબલેટ યોજના હેઠળ કોલેજ અને પોલિટેકનિકના વિદ્યાર્થીઓને 1 હજારમાં 11000 ની કિંમત નું ટેબલેટ આપવામાં આવે છે. પરંતુ ટેકનિકલ ખામીના કારણે લગભગ બે વર્ષથી તમામ વિદ્યાર્થીઓ ટેબલેટથી વંચિત છે ત્યારે શિક્ષણ મંત્રી જીતુ ભાઈ વાઘાણી દ્વારા મોટી જાહેરાત કરી છે કે ટેકનિકલ ખામીના નિવારણ સાથે ટૂંક સમયમાં 50,000 ટેબલેટનું વિતરણ કરવામાં આવશે એમ જણાવેલ છે.

   ડિજિટલ ગુજરાત ટેબ્લેટ યોજના 2022 માં કોલેજના વિદ્યાર્થીઓને લગભગ રૂ.1000 ની ખૂબ જ ઓછી કિંમતે બ્રાન્ડેડ અને ઉચ્ચ ગુણવત્તાની ટેબ્લેટ આપવામાં આવશે. સરકાર આ વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાની પ્રોડક્ટ્સ વાળા ટેબલેટ આપશે. તેઓ આ ટેબ્લેટનો ઉપયોગ કરીને આધુનિક શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. સરકાર ઇચ્છતી હોય તો વિદ્યાર્થીઓને મફતમાં ટેબ્લેટ આપી શકતી હતી, પરંતુ તે કિસ્સામાં તમામ વિદ્યાર્થી તે ટેબલેટ લેવા માટે આગળ આવતા હોય છે જેથી કરીને ખરેખર જેને જરૂરિયાત છે તેવા વિદ્યાર્થી વંચિત રહી જાય છે તેથી આવી સ્થિતિમાં જે વિદ્યાર્થી ખરેખર ટેબ્લેટ લેવા ઇચ્છે છે તેમને જ તેનો લાભ મળે એટલે નજીવી કિંમત રાખવામાં આવે છે.

ટેબ્લેટ માં નીચેની ગુણવત્તા હોય શકે છે
RAM: 1GB
Processor: 1.3GHz MediaTek
Touch screen: Capacitive
Chipset: Quad-core
Connectivity: 3G
Internal memory: 8GB
External memory: 64GB
SIM card: Yes
Price: Rs. 8000-9000
Camera: 2MP (rear), 0.3MP (front)
Display: 7inch
Battery: 3450 mAh Li-Ion
Manufacturer: Lenovo/Acer
Voice Calling: Yes
Warranty: 1 Year for the handset, 6 months for in-box accessories
Operating System: Android v5.1 Lollipop

આ યોજના ના માટે માપદંડના ધોરણો
આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થી નીચે દર્શાવેલ ધોરણો કે લાયકાત ધરાવતો હોવો જરૂરી છે.

 અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી વધુ ન હોવી જોઈએ.

અરજી કરનાર વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.

વિદ્યાર્થીઓ ગરીબી રેખા નીચેની શ્રેણીમાં આવતા હોવા જોઈએ.
જે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેવા ઇચ્છે છે તે વિદ્યાર્થીએ આ નાણાકીય વર્ષમાં 12 મું પૂર્ણ કર્યું હોવું જોઈએ અને કોલેજ માં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોવો જોઈએ

કોઈપણ કોલેજમાં ગ્રેજ્યુએશન કોર્સ માં એડમીશન લીધેલ હોવું જરુરી છે અથવા કોઈ પણ ટેકનિકલ સંસ્થા માં એડમીશન લીધેલ હોવું જોઈએ જેમકે ITI isttitute.

 આ યોજના માટે કયા કયા દસ્તાવેજો જોઈએ ?
નમો ટેબ્લેટ યોજના માટે અરજી કરતી વખતે નીચે આપેલ દસ્તાવેજો જરૂરી છે:-
• ડોમિસાઇલ પ્રમાણપત્ર
• સરનામા અંગેનો પુરાવો
• મતદાર અંગે નું ઓળખ કાર્ડ
• આધાર કાર્ડ
• 12 પાસ કર્યાનું પ્રમાણપત્ર
• અંડર-ગ્રેજ્યુએશન કોર્સ અથવા પોલિટેકનિક કોર્સમાં એડમિશન કન્ફર્મ થયું છે તે માટેનું પ્રમાણપત્ર
• ગરીબી રેખા નીચે આવેલ અંગેનું પ્રમાણપત્ર
• જાતિ નો દાખલો

નમો ટેબ્લેટ યોજના માટે નોંધણી કઈ રીતે કરવી તે અંગેની પ્રક્રિયા :
નમો ટેબ્લેટ યોજનામાં નોંધણી કરાવવા માટે તમારે તમારી સંબંધિત કોલેજની મુલાકાત લેવી.
ત્યાર બાદ તમારી કોલેજ દ્વારા જ તમારા ફોર્મ ને ત્યાંથી જ ઓનલાઇન અરજી કરી આપવામાં આવશે.

તમારી કોલેજ તેના સતાવાર user અને ID દ્વારા લોગીન કરીને ફોર્મ ભરશે.

તેઓ તેમાં તમારી વિગતો જેમ કે નામ, શ્રેણી, કોર્સ વગેરે અંગે માહિતી આપશે.

ત્યારબાદ તમારા ધોરણ અને પરિણામ વિશેની માહિતી પણ ઉમેરશે.

ત્યારબાદ તમારી કોલેજ માંથી સંસ્થાના વડાને નાણાં (રૂ. 1000) જમા કરાવશે.

હેડ આ નાણાંની ચુકવણીની સામે રસીદ જનરેટ કરશે.

વેબસાઇટ પર રસીદ નંબર અને તારીખ આપવામાં આવશે.

અને અંતે સરકાર દ્વારા તમને ટેબલેટ પૂરું પાડવામાં આવશે જે સીધું જ તમારી કોલેજ થી તમને આપવામાં આવશે.

હેલ્પલાઇન નંબર ડિજિટલ ગુજરાત ટેબલેટ સ્કીમ
કોઈપણ પ્રશ્ન માટે તમે નીચે આપેલ હેલ્પલાઈન નંબર પર કોલ કરીને મહિતી મેળવી શકો છો 
079-26566000
સવારે 11:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી સંપર્ક કરી શકો છો.

નમો ટેબ્લેટ ની ઓનલાઇન અરજી કરવા માટે : અહી ક્લિક કરો




💻*_~PCSC~_*💻

👉 Related : 

• માનવ ગરીમા યોજના

• દિવ્યાંગ લગ્ન સહાય યોજના ગુજરાત !

• Corona Vaccination 

• Gujarat two wheeler scheme 

• Gujarat vahli dikari yojana

• Kisan Suryoday Yojana

• KUSUM Yojana

• મફત સીવણ મશીન યોજના

• પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

• કુંવરબાઈ નું મામેરૂ યોજના

• SSC or HSC ડુપ્લીકેટ માર્કશીટ

إرسال تعليق

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...