માધ્યમિકમાં જ્ઞાન સહાયકોની સ્કૂલ પસંદગીની સમયમર્યાદા વધારાઈ
જ્ઞાન સહાયકો 17 ઓક્ટોબર સુધી સ્કૂલ પસંદગી કરી શકશે
એજ્યુકેશન રિપોર્ટર અમદવાદ
એજ્યુકેશન રિપોર્ટર અમદવાદ
માધ્યમિકમાં જ્ઞાન સહાયકોની સ્કૂલ પસંદગીની સમયમર્યાદા 17 ઓક્ટોબર સુધી લંબાવાઈ છે. જ્ઞાન સહાયકની ભરતી માટેની ટાટ-2 ક્લીયર કરનારા ઉમેદવારોમાંથી ઘણા માધ્યમિક સ્કૂલોની પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શક્યા નથી તેવી બાબત શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જ્ઞાન સહાયક (માધ્યમિક) માટે સ્કૂલ પસંદગીની પ્રક્રિયા (ચોઇસ ફિલિંગ) 13 ઓક્ટોબરે બપો૨ે 2 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. આ ચોઇસ ફિલિંગ કાર્યવાહી 17 ઓક્ટોબર રાત્રે 11.59 કલાક સુધી જ્ઞાન સહાયક (માધ્યમિક) ભરતીના પોર્ટલ https://gyansahayak.ssgujarat.org/Candidate/CandidateLogin પર જઈને કરી શકાશે. આ પોર્ટલ ની લીંક અમે નીચે આપેલ છે.
મોટા ભાગના ઉમેદવારો સ્કૂલ પસંદગી કરી શક્યા ન હોવાથી આ નિર્ણય લેવાયો છે. માધ્યમિકના જ્ઞાન સહાયકો માટે સ્કૂલ પસંદગીની પ્રક્રિયા માટેની આવશ્યક માર્ગદર્શક સૂચનાઓ પોર્ટલ પર મુકાઈ છે. તમામ ઉમેદવારો આ સૂચનાનો વિગતે અભ્યાસ કરીને સ્કૂલ પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.