Type Here to Get Search Results !

Kunwar Bai Nu Mameru Yojana 2020-21


Kunwar Bai Nu Mameru Yojana
( કુંવરબાઇનુ મામેરાની યોજના )

   હેલ્લો મિત્રો, કેમ છો મજામાં ને ?
         આજ આપને જે વાત કરવા જહી રહ્યા તે છે ગુજરાત સરકારની યોજના આ યોજના અંતરગત ગુજરાતની અંદર રહેતા તમામ કુટુંબમાં કે જે દીકરીઓ ના લગ્ન થાય છે તેવી દીકરી માટે સરકાર દ્વારા આપવામાં આવે છે એક લાખ રૂપિયાની સુધી સહાય અને આ રૂપિયા સીધા જ બેંક એકાઉન્ટ માં જમાં થાય છે તો ચાલો આપણે તેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ.

       કુંવરબાઇ ના મામેરા યોજના અંતર્ગત જે મહિલાના લગ્ન તાજેતરમાં થયા છે અથવા તો 2 વર્ષની અંદર થયા છે તેવી ગુજરાત ની તમામ મહિલાને સરકાર તરફથી પૂરા એક લાખ રૂપિયા (100000) સહાય તરીકે આપવામાં આવે છે આ સહાય આપવાનો હેતુ ગરીબ અને પછાત ગણાતા એવા લોકો માટે લગ્ન નો ખર્ચ પહોસી વળે તે માટે આપવામાં આવે છે.આ લાભ લેવા માટે જ્યારે છોકરીના લગ્ન થાય છે ત્યારબાદ લગ્ન થાય ગયા બાદ લગ્ન નું નોંધણી કરાવી લેવાની રહે છે અને આ નોંધણી પત્રક સાથે કેટલાક પુરાવા જોડવામાં આવે છે જે અમે અહી નીચે જણાવેલ જ છે .

        આ તમામ પુરાવા એકઠા કરીને કન્યા યે ઓનલાઇન અરજી કરવાની રહેશે પહેલા અરજી offline હતી પરંતુ અમુક સંજોગો ના લીધે સરકારે આ અરજી ઓનલાઈન કરી દીધેલ છે જેથી કરીને અરજી કરનાર ને કોઈ પણ પ્રકારની તકલીફ સહન ના કરવી પડે.

      આ ઓનલાઇન અરજી કર્યાં બાદ આ અરજીની પ્રિન્ટ કાઢીને નિયત કરેલ તાલુકા પંચાયત કે મામતદર માં જમાં કરવાની રહશે તથા આ અરજી ની પ્રિન્ટ સાથે અમુક પ્રકારના document પણ જોડવા આવશ્યક છે જે અને નીચે જણાવેલ જ છે.જે કન્યાના પુનઃ લગ્ન થઈ રહેલ છે તેવા કન્યા માટે આ અરજી માન્ય રહેતી નથી આ માત્ર પહેલી વખત લગ્ન થનાર કન્યા માટે જ યોજના ઉપલબ્ધ છે , આ યોજના માટે અરજી કરતા પહેલા તમામ પ્રકારના document સાથે રાખવા કારણ કે ફોર્મ ભરતી વખતે અથવા ઓનલાઇન અરજી કરતી વખતે આ તમામ પ્રકારના document અપલોડ કરવાના રહશે .

     આ યોજના ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોવાથી આનો લાભ લેવલ ગુજરાત ની મહિલા માટે જ છે બીજી મહિલા કે જે ગુજરાત બહારની છે તે આનો લાભ લય શકે નહિ હા જો , તેમને ગુજરાત ના વતની તરીકે પોતાનું નામ ગુજરાત માં ગુજરાતના ચૂંટણી પંચ માં નોંધાવેલ હશે તો તેવી મહિલાને આ લાભ મળવા પાત્ર થાય છે. આ યોજના ના લાભ માટે જે કંઈ અરજી કરેલ હશે તો આવી અરજી માં કંઇક ખામી ભરેલ હશે તો આ વા સમયે અરજી નકરાઈ શકે છે નકરાયેલ અરજી ફરી સુધારા વધારા સાથે ફરી સબમિટ કરાવી શકાય છે પરંતુ એક વાર આ યોજના નો લાભ મળી ગયા બાદ ફરી વખત આ યોજના માટે લાભ લેવા અરજી બીજી વખત કરી શકાશે નહી.

    આ યોજના ની સંપૂર્ણ માહિતી અને ક્યાં કેવા પ્રકારના પુરાવાની જરૂર રહશે તેની માહિતી નીચે આપેલ છે તો ચાલો તેનો વિગતે અભ્યાસ કરીએ.

👉 યોજનાનો હેતુ
પુખ્ત વયની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ ₹.૧૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે જે ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલ છે .

👉 નિયમો અને શરતો
આ યોજનાનો લાભ (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર છે બીજા રાજ્યના વતની માટે નથી.
આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા નીચે મુજબ છે .
- ગ્રામ્ય વિસ્તારમાં આવકની મર્યાદા  ₹.૧,૨૦,૦૦૦/- અને 
- શહેરી વિસ્તારમાં આવકની મર્યાદા ₹. ૧,૫૦,૦૦૦ છે.

• કુંટુંબની પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સમયે આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે લગ્ન પહેલા લાભ મળવા પાત્ર નથી.

• પુન: લગ્નના અથવા ફરી લગ્ન થાય ગયેલ છે તેવા કિસ્સામાં આ યોજના હેઠળ કન્યાને લાભ મળવાપાત્ર રહેશે નહી.

• કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ થી નાની ના જોવી જોઈએ અને યુવકની વય ૨૧ વર્ષ  થી ઓછી ના હોવી જોઇએ.

• ‍લગ્નના બે વર્ષની અંદર આ સહાય માટે અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજી માન્ય રહેતી નથી.

• સાત ફેરા અથવા સમૂહલગ્ન અથવા કોઇપણ આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.

• સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

👉 રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
• કન્યાનું આધાર કાર્ડ
• કન્યાનું ચૂંટણીકાર્ડ
• કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
• સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
• સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો)
• રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
• કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
• કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
• વરની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
• લગ્ન નોંધણી પ્રમાણપત્ર
• બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
• કન્યાના પિતા/વાલીનું એકરારનામું
• કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
• જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

👉 ફોર્મનો પ્રકાર 
     Online form ભરવાનું રહેશે

👉  Other details official website : click here 👈 

                                   *_~PCSC~_* 

Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...