Type Here to Get Search Results !

Reopening school in Gujarat


શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ફૂલોને લઇને મોટી જાહેરાત ( 06/01/2021 )

👉 શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ફૂલોને લઇને મોટી જાહેરાત કરી છે .11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 માંનું શિક્ષણકાર્ય શરુ કરવામાં આવશે ,

👉 ગુજરાતમાં શિક્ષણકાર્ય શરુ કરવાને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે . ધોરણ 10 અને 12 માંનું શિક્ષણકાર્ય 11 જાન્યુઆરીથી શરુ કરાશે . 
PG અને UG ના છેલ્લા વર્ષમાં શિક્ષણકાર્ય ચાલુ કરાશે . 




👉 અન્ય ધોરણો માટે આગામી સમયમાં નિર્ણય લેવાશે 
શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે ધો .10 અને 12 સિવાયના અન્ય ધોરણો માટે આગામી સમયમાં પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાશે . હાલ આ બંને ધોરણો માટે સ્કૂલો શરૂ કરાશે અને કેન્દ્રના SOP ના આધારે નિયમોનું પાલન કરવામાં આવશે . જો કે શાળાઓ ખુલશે છતાં પણ ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે . જો કે વિધાર્થીઓએ શાળામાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે . તેમજ કેન્દ્ર સરકારની SOP નું શાળામાં ફરજિયાત પાલન કરવાનું રહેશે . 

👉 માસ પ્રમોશનને લઇને શિક્ષણમંત્રીનું નિવેદન 
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 10 અને 12 ના વર્ગો 11 જાન્યુઆરીથી શરુ કરવાને લઇને જાહેરાત કરી છે . આ સાથે શિક્ષણમંત્રીએ કહ્યું કે વિધાર્થીઓને માસ પ્રમોશન અપાશે નહીં , જેટલું ભણાવાશે તેટલાની પરીક્ષા લેવાશે .

👉 શાળામાં વિધાર્થીઓની હાજરી ફરજિયાત નથી
 ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજથી શાળા શરુ કરવાને લઇને મહત્વની જાહેરાત કરી છે . જો કે આ સાથે શાળામાં આવતા વિધાર્થીઓને વાલીઓની મંજૂરી લેવાની રહેશે . શાળામાં વિધાર્થીઓની હાજરી ફરજિયાત નથી .




👉 મહત્વની બાબત 
•ધો.10-12માં શિક્ષણકાર્ય ચાલુ કરવાનો નિર્ણય 
• PG અને UG ના છેલ્લા વર્ષમાં શિક્ષણકાર્ય ચાલુ કરાશે 
•શાળાઓમાં કેન્દ્ર સરકારની SOP લાગુ કરાશે રાજ્યની તમામ શાળાઓમાં SOP મોકલી અપાઈ શાળાઓએ PHC સેન્ટર સાથે સંપર્ક કરવાનો રહેશે 
• શાળાઓએ વાલીઓની સંમતિ લેવાની રહેશે 
• શાળામાં વિધાર્થીઓની હાજરી ફરજિયાત નહીં 
• ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે થર્મલ ગન , સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે 
• શાળામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે •વિધાર્થીઓને માસ પ્રમોશન નહીં અપાય

Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...