Corona updates night curfew 20 city's in gujarat - �� *Panchmukham Citizen Service Center*��

Corona updates night curfew 20 city's in gujarat



કોરોના ને લગતા મહત્વના સમાચાર

ગુજરાતના 20 શહેરોમાં નાઇટ કર્ફ્યુ લગાવાયો , હાઈકોર્ટના આદેશ બાદ વિજય રૂપાણી સરકારે કરી હતી જાહેરાત

ગુજરાતના 20 શહેરો માં ગુજરાતમાં કોરોના કેસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં નાઈટ કરફયૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે શહેરમાં મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની સૂચના પણ આપવામાં આવી છે.

કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યના 20 શહેરોમાં નાઇટ કરફયૂ લાદવાનો આદેશ જારી કર્યો છે. આ અગાઉ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને અઠવાડિયાનું કરફયૂ લાદવા જણાવ્યું હતું. હાઈકોર્ટે મંગળવારે કહ્યું હતું કે રાજ્ય સરકારે રાજ્યમાં 3 થી 4 દિવસનો કરફયૂ લાદવો જોઈએ . આ પછી, વિજય રૂપાણી સરકારે 20 રાજ્યોમાં નાઇટ કરફયૂ લગાડવાની જ જાહેરાત કરી નથી, પરંતુ કોરોનાને લઈને અનેક નવા પ્રતિબંધો જાહેર કર્યા છે.

ગુજરાત સરકારે લગ્ન સમારોહમાં આવતા મહેમાનોની સંખ્યા કોરોના અટકાવવા મર્યાદિત કરી દીધી છે. આ ઉપરાંત, જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યના 20 ચિહ્નિત શહેરોમાં સાંજે 8 થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કરફયૂ લાગુ કરવામાં આવેલ છે. 30 એપ્રિલ સુધીમાં રાજ્યના તમામ મોટા ઉજવણી સ્થગિત કરવા સૂચના આપવામાં આવી છે આવા પ્રકારના કોઇપણ તહેવાર કે ઉજવણી કરી શકશે નહિ . આ સાથે જ 30 એપ્રિલ શનિવારે સરકારી કચેરીઓ પણ બંધ રહેશે આ દિવસે કોઇપણ સરકારી કસેરી માં કામકાજ થાય શકશે નહિ.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક સ્થિતિમાં પહોંચી ગઈ છે. રાજ્યમાં દરરોજ 3 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. મંગળવારે ગુજરાતમાં કુલ ત્રણ હજાર બસો એશી નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોના કેસ છે. રાજ્યમાં કોરોના કેસ વધીને 3, 24, 878 થયા છે. તે જ સમયે, મૃતકોની સંખ્યા પણ વધીને 4598 થઈ ગઈ છે આ આંકડો દિવસે ને દિવસે વધતો જાય છે.

આ આંકડાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે મંગળવારે ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્યમાં સરકાર, રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્ય સરકારને વીકએન્ડ કર્ફ્યુ લગાવવા જણાવ્યું છે આ અમલવારી લાદવા માટે સરકાર જરૂરી વિચાર કરી રહી છે તથા રાત્રિ કરફયૂ મૂકવામાં આવેલ છે.

આ જે શહેરો માં કરફયૂ મૂકવામાં આવેલ છે તે નીચે મુજબ છે
20 શહેરોની યાદી નીચે આપેલ મુજબ છે. 
• અમદાવાદ
• સુરત
• રાજકોટ
• વડોદરા
• ગાંધીનગર
• મહેસાણા
• જામનગર
• ભાવનગર
• જૂનાગઢ
• આણંદ
• નડિયાદ
• મોરબી
• પાટણ
• ગોધરા
• દાહોદ
• ભૂજ
• ગાંધીધામ
• ભરૂચ
• સુરેન્દ્રનગર
• અમરેલી

કોરોના વાયરસના વિનાશને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફરીથી પ્રતિબંધો લાદવાનું શરૂ કર્યું છે. ગુજરાતના 20 શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ 20 શહેરોમાં રાત્રે 8pm વાગ્યાથી સાંજના 6am વાગ્યા સુધી કરફયૂ રહેશે. આવા જે શહેરો છે ત્યાં વધુ કેસ આવવાના પરિણામે ત્યાં રાત્રિ કરફયૂ મૂકવામાં આવેલ છે જ્યાં કોરોના પર વધુ અસર જોવા મળી રહી છે. દેશના જે રાજ્યોમાં કોરોના ના કેસ વધી રહ્યા છે તેમાં ગુજરાત પણ સામેલ છે, ગુજરાત માં અત્યરમાં કોરોના ખુબજ વધી રહ્યો છે.



હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાત્રિ કરફયૂ લાદવાનો નિર્ણય લીધો છે. આ કરફ્યુ 7 એપ્રિલ એટલે કે બુધવારથી આજથી લાગુ થશે. આ સાથે, ઘણા વધુ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. હવે ફક્ત 100 લોકોને જ લગ્નમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે તેનાથ વધુ લોકો લગ્ન ના પ્રસંગમાં હાજર રહી શકશે નહિ આમ થશે તો વધુ લોકો લગ્નમાં જોડાયેલ સામે કાયદેસર ના પગલાં લેવામાં આવશે. આ સાથે, 30 એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે 30 એપ્રિલ સુધી દર શનિવારે સરકારી કચેરીઓ બંધ રહેશે. તે જ સમયે, નાઇટ કર્ફ્યુ દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે. એમ્બ્યુલન્સ, ડોકટરો વગેરેને મંજૂરી આપવામાં આવશે

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ૩૦૦૦ નવા કેસ મળી આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસની સંખ્યા ૧.૨૫ કરોડ પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ૧૭ લોકોએ જીવ ગુમાવ્યો છે.

રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીમાં 3,05,338 લોકો ચેપ લાગી ચુક્યા છે અને કોરોનાથી 4,510 લોકો મૃત્યુ પામ્યા છે. 

આ ઉપરાંત વિશ્વના આંકડા પણ ચોંકાવનારા સામે આવી રહ્યા છે અમુક દેશોમાં તો સંપૂર્ણ lock down જાહેર થઈ ચૂક્યો છે ભારત માં જો સ્થિતિ કાબૂ બહાર જશે તો ભારત માં પણ lock down જાહેર થય શકે છે 



ભારતના લોકો થોડીક જાગૃતિ સાથે રહે તો કોરોના કાબૂમાં લય શકાય તેમ છે જેથી સ્થિતિ વણસી ના જાય તે માટે ભારતના નાગરિકો થોડું ધ્યાન રાખે કે લોકોમાં કોરોના ફેલાય નહીં અને ચેપ ના લાગે,

કોરોનાથી બચવા માટે નીચે મુજબના ઉપાયો હાથ ધરી શકાય છે,

• કોરોના થી બચવા માટે બહાર જતી વખતે મોઢાપર માસ્ક અવશ્ય પહેરો 

• વારે વારે એટલે કે દર ત્રીસ મિનિટ યે હાથને આલ્કોહોલ યુક્ત સાબુથી કે લીકવિડથી હાથ ધોતા રહો

• જમતાં પહેલાં એકવાર હાથને જરૂર સેનિટાઈજ કરો

• જો ગાળામાં બળતરાં થાય અથવા ખાંસી આવે તો આખા દિવસમાં બે વાર ગરમ પાણી માં મીઠું ને આદુ નાખીને પાણીના કોગળા કરો

• કોરોના ના લક્ષણ દેખાય તો ડર્યા વગર તેનો રિપોર્ટ કરાવી લેવો

• જો કોરોના positive આવે તો ડર્યા વગર તેની સારવાર લ્યો

• વડીલ માતા અને પિતાની કાળજી રાખો જરૂરિયાત વગર તેમને બહાર જવાનું ટાળો

• સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ guideline નું પાલન કરો

• કોરોના સામે લડનાર તમામ લોકોનું સન્માન કરો તેમને સપોર્ટ આપો 

• કોરોના પ્રત્યે શિક્ષિત લોકો જાગૃતિ ફેલાવો જરૂરી માર્ગદર્શન અને પ્રો્સાહન આપો 

• જાહેર સ્થળોએ મેળાવડા ઓછા કરો તથા થોડી દુરી એટલે કે બે વ્યક્તિ વરચે જગ્યા બનાવી રાખો .

• બિન જરૂરી બહાર જવાનું ટાળો અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરો

• આપની આજુ બાજુ કોરોના દર્દી હોય તો તેમને તજોડો નહિ એટલે કે તેમને દિક્કરો નહિ તેમને મદદ કરો હિંમત આપો 

• કોરોના vaccine મળી ગયેલ છે પરંતુ હજી તે પુરવાર સાબિત ના થાય ત્યાં સુધી આપણ કોરોના સામે લડવાનું શરૂ રાખવાનું જરૂરી છે આ તેવો આપડો શત્રુ છે જે સામેથી નહિ પણ છૂપો વાર કરે છે જેથી સાવધ રહો ચલામત રહો.
 

=====================


💻*_~PCSC~_*💻

Post a Comment

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...