જન્મ અને મરણ ના પ્રમાણપત્ર ની ઓનલાઇન અરજી
હાલમાં કોરોના પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને ગુજરાત સરકાર દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવેલ છે તે મુજબ ગુજરાત ની અંદર કેટલાક નગરો અને મહાનગરો બંધ થયેલ છે આ ઉપરાંત જાહેર કશેરી પણ બંધ છે તો આવા સમયે જે બાળકો જન્મે છે અને જે લોકો મુત્યુ પામે છે તેના દાખલા કાઢવાની મુશ્કેલી ઊભી થયેલ છે આ મુશ્કેલી ને પહોળી વળવા માટે અને ગુજરાત ના નાગરિકો ને આ દાખલા ઓનલાઇન મહી રહે તેવી વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે,
ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવેલ હતી તે મુજબ હવે તમામ પ્રકારના જન્મ અને મરણ ના દાખલ માટે કોઈ પણ વ્યક્તિએ સરકારી ક્સેરી એ જવાની જરૂર નથી અથવા તો આવા દાખલા હવે ત્યાંથી નહિ પરંતુ ઓનલાઇન રજીસ્ટ્રેશન દ્વારા મેળવવામાં રહશે, આ માટે ગુજરાત સરકાર દ્વારા એક વેબસાઇટ નું આયોજન કરેલ છે ત્યાંથી આપ આ દાખલા કાઢી શકો છો અને તેની પ્રિન્ટ કરાવી ને કોઇપણ જગ્યા પર તેનો ઉપયોગ કરી શકો છો આ દાખલા તમામ પ્રકારની ગુજરાત ની સરકારી કશેરી પર માન્ય રહશે તથા જરૂરી તમામ પ્રકાર ની જગ્યા પર આ દાખલા ને માન્યતા રહશે તમામ પ્રકારની જગ્યા પર આ દાખલા ચાલશે,
ગુજરાત સરકાર દ્વારા જે જન્મ અને મરણ ના ઓનલાઇન દાખલા માટેની ખાસ વેબસાઇટ તૈયાર કરવામાં આવેલ છે ત્યાં પહેલા આપે આ દાખલા મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને જરૂરી વિગત ભરવાની રહેશે આ વિગત ભર્યા બાદ આપને આપના દાખલા માટે ઓનલાઇન sms દ્વારા અથવા આપના ઇમેઇલ પર એક લિંક મોકલવામાં આવશે ત્યાંથી આપ આ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો, અહી એમ આપના માટે તે લિંક્સ અને કઈ રીતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાય તે વિગત આપવામાં આવી છે તે નીચે મુજબ છે.
👉 જન્મ અને મરણ ના પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઇન અરજી ની પ્રક્રિયા કઈ છે ?
જન્મ અને મરણ ના પ્રમાણપત્ર માટે પહેલા આપે ઓનલાઇન અરજી કરવાની રહેશે તે માટે સરકાર દ્વારા એક ઇ ઓળખ નામની વેબસાઇટ કાર્યરત કરવામાં આવેલ છે આ વેબસાઇટ અમે નીચે આપેલ જ છે, આ સતાવાર વેબસાઇટ પર જઈ ને આપે આપના મોબાઇલ નબર અને ઇમેઇલ દ્વારા રજી્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ જરૂરી વિગત ભરવાની રહેશે અને પછી આપની અરજી સબમિટ કરવાની રહશે અરજી સબમિટ થયા બાદ આપને એક એસએમએસ દ્વારા આપના પ્રમાણપત્ર માટે એક લિંક્સ મોકલવામાં આવશે આલિંકસ દ્વારા આપ આપનું જન્મ અને મરણ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો આ માટે ની કઈ પ્રક્રિયા છે તે અને નીચે મુજબ આપેલ છે તે અનુસરો.
👉 ઘરબેઠા જન્મ અને મરણ ના પ્રમાણપત્ર માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી તેની પ્રક્રિયા
• આપ સૌપ્રથમ ગુજરાત સરકાર દ્વારા જન્મ અને મરણ ના દાખલ માટે ની જે રજી્ટ્રેશન માટે આપેલ સતાવાર વેબસાઇટ ઈ ઓળખ ની મુલાકાત લ્યો આ વેબસાઇટ અમે નીચે આપેલ જ છે
• હવે આપે જે દાખલા માટે અરજી કરવા માંગતા હોય તે પસંદ કરો જેમકે મરણ નો દાખલો કે જન્મ નો દાખલો
• આ દાખલાની પસંદગી કાર્ય બાદ આપ આપના મોબાઈલ નંબર અથવા તો ઈમેઇલ એડ્રેસ થી આપનું રજિસ્ટ્રેશન કરી લ્યો
• ત્યારબાદ જે દાખલો દખવાનો હોય તેની તમામ માંગેલ વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો
• આપની અરજી ચકાસી લઈ ને જો અરજી બરાબર હોય તો તેને સબમિટ કરી દયો,
• હવે આપની અરજી સરકારી કશેરી ને મળી જશે તે બધું ચકાસી ને અરજી ને મંજૂર કરશે,
• આપની અરજી મંજૂર થયા ની સાથે આપને જે મોબાઇલ નબર અથવા ઇમેઇલ આપેલ છે અરજી કરતા સમયે તેના પર એક એસએમએસ આવશે આ એસએમએસ માં આપને એક લિંક મોકલવામાં આવશે આ લિંક્સ આપના બ્રાઉઝર પર જઈ ને ખોલો,
• હવે આપની સમક્ષ એક કોમ્પ્યુટરરાઈસ બાર કોડ દેખાશે જે આપ સ્કેન કરી ને આપનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો જો આપની પાસે સ્કેન કરી શકે તેવું કોઈ સાધન ના હોય તો આપ આ લિંક્સ પર જઈ ને ત્યાં બાર કોડ નીચે એક લિંક્સ આપેલ હશે ત્યાં ક્લિક કરો હવે ત્યાં ક્લિક કરતા આપની સામે ડાઉનલોડ pdf નો ઓપ્શન દેખાશે ત્યાં ક્લિક કરો ત્યાં ક્લિક કરતા આપનું પ્રમાણપત્ર ડાઉનલોડ થઇ જશે,
• હવે આ PDF ની આપ પ્રિન્ટ કઢાવી ને ગમે ત્યાં આપના પ્રમાણપત્ર નો ઉપયોગ કરી શકો છો આ પ્રમાણપત્ર સરકાર માન્ય છે તમામ કશેરી અથવા બેંક અને બીજી તમામ ઓફિસ પર તે ચાલી શકે છે.
👉 આ પ્રમાણપત્ર ક્યાં ક્યાં ચાલી શકે ?
આ પ્રમાણપત્ર સંપૂર્ણ સરકાર માન્ય છે તે સરકારી તમામ કશેરી બંકો અને અન્ય સંસ્થામાં અને તમામ પ્રકારની યોજનામાં ચાલે છે.
👉 ઓનલાઇન અરજી કર્યાના કેટલા દિવસ માં આ પ્રમાણપત્ર મળે છે ?
ઓનલાઇન અરજી કર્યા ના દિવસે જ આ પ્રમાણપત્ર મળી જાય છે તે સોફ્ટ ફોર્મેટ મા ઉપલબ્ધ હોય છે તેની પ્રિન્ટ કરાવી ને ગમે ત્યાં ઉપયોગ થઈ શકે છે
👉 ઓનલાઇન અરજી કર્યા બાદ આ પ્રમાણપત્ર ની કરાઈ માટે કોઇપણ જગ્યા પર જવું પડે છે ?
ના આ પ્રમાણપત્ર ખરાઇ થઈ ને જ આવે છે તેથી આપે કોઈ પણ પ્રકારની પાલિકા કે મહા નગર પાલિકા માં જવાનું રેહતું નથી આ પ્રમાણપત્ર તેના દ્વારાજ માન્ય કરવામાં આવેલ હોય છે.
👉 સતાવાર વેબસાઇટ કઈ છે ?
https://eolakh.gujarat.gov.in/
જૂના જન્મ અને મરણ ના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય છે
હા આ વેબસાઇટ પરથી આપે પહેલા કઢાવેલ કોઇપણ પ્રકારના જન્મ અને મરણના દાખલા કાઢી શકાય છે આ માટે આપના દાખલાની તારીખ જે તમે દાખલો કઢવેલ હોય ત્યારની અને અરજી કરેલ રજી્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહશે તે દાખલ કરતા આપ આ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.