લોકરક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની શારીરિક કસોટી ની તારીખ માં ફેરફાર કરવા અને જરૂરી સુચના
ગુજરાત ના લોકરક્ષક ભરતી બોર્ડ અને મેનેજીંગ ડાયરેકટ હસમુખ પટેલ દ્વારા તારીખ ૨૭ / ૧૧ / ૨૦૨૧ ના રોજ જે ઉમેદવારો લોક રક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર માં શારીરિક કસોટી માટે જવાના છે તેના માટે અગત્યના નીતિ નિયમો અને જરૂરી માર્ગદર્શન બહાર પાડવામાં આવેલ છે જે અહી આપણે નીચે મુજબ તેનો અમલ કરવો આવશ્યક છે. જે આપણે અહી વિગતે સમજીશું અને જે લોકો શારીરિક પરીક્ષા આપવા માટે આપેલ જે તે દિવસ ની તારીખ ને અમુક સંજોગો ને લીધે બદલવા માંગે છે તેની પણ તેને વિગતે ઑફિશિયલ સૂચના આપેલ છે તેનો પણ આપણે અહી વિગતે લખ્યાલ મેળવીએ
સૌપ્રથમ આપણે અહી અગત્યની સૂચનાઓ તપાસીએ
• કોલલેટર બાબતે સૂચના
લોકરક્ષક ભરતીના કોલલેટર ની બાબતે ઉમેદવારો ધ્વારા જે થયેલ રજુઆતને ધ્યાનમાં લઇ ઉમેદવારોના માર્ગદર્શન માટે અમુક સૂચનાઓ હસમુખ પટેલ કે જે ગુજરાત ના લોકરક્ષક ભરતી બોર્ડ અને મેનેજીંગ ડાયરેકટ તેના દ્વારા બહાર પાડવામાં આવેલ છે . જે ઉમેદવારોએ પો.સ.ઇ. તથા લોકરક્ષક બંને માટે અરજી કરેલ છે તેવા ઉમેદવારો એ પો.સ.ઇ. અને લોકરક્ષક કોલલેટર અલગ અલગ નીકળે છે તેવા ઉમેદવારોએ ફકત ને ફક્ત પો.સ.ઇ. ભરતીના કોલલેટર ઉપર જ શારીરીક કસોટી આપવાની રહેશે અને લોકરક્ષક ભરતીના કોલલેટરને રદ્દ ગણવાનો રહેશે એટલે ને બંને માટે અલગ અલગ શારીરિક કસોટી આપવાની રહતિ નથી . જે ઉમેદવારોએ પો.સ.ઇ. તથા લોકરક્ષક બંને માટે અરજી કરેલ છે તેવા ઉમેદવારોનાં ફોલલેટરમાં પો.સ.ઇ. ઉપરાંત લોકરક્ષકનો પણ કન્ફર્મેશન નંબર આપવામાં આવેલ છે અને આવા ઉમેદવારોને તેમની દોડના સમયના આધારે પો.સ.ઇ. તથા લોકરક્ષક એમ બન્ને માટે અલગથી ગુણ આપવામાં આવશે .
• એક કલ લેટર માં બંને કન્ફર્મેશન નંબર ના હોય તો
જો પો.સ.ઇ. તથા લોકરક્ષક દળ બંને માટે અરજી કરેલ હોય અને પો.સ.ઇ.ના કોલલેટરમાં લોકરક્ષકનો કન્ફર્મેશન નંબર ના દેખાડતા હોય તો તેવા ઉમેદવારો એ ભરતી બોર્ડના સરનામે જે આ મુજબ છે
બંગલા નં . ગ -૧૨ , સરિતા ઉદ્યાનની નજીક , સેકટર -૯ , ગાંધીનગર ખાતે )
તારીખ .૦૩ / ૧૨ / ૨૦૨૧ સુધીમાં અરજી મળે તે રીતે અરજી કરવાની રહેશે . જેથી તેના લોકરક્ષકના ગુણ આપવાના બાકી રહી ન જાય .
• કોલ લેટર એકથી વધુ હોય તો
કોઇપણ કારણોસર ઉમેદવારને એકથી વધુ કોલલેટરો મળેલ હોય તો તે પૈકી જે કોલલેટરની તારીખ પહેલા આવતી હોય તે તારીખે શારીરીક કસોટી આપવાની રહેશે અને અન્ય કોલલેટરો રદ્દ ગણવાના રહેશે . જો કોઇ ઉમેદવાર બન્ને કોલલેટર ઉપર શારીરીક કસોટી આપવાનો પ્રયત્ન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે
• અરજીમાં ભૂલ હોય તો
જે ઉમેદવારોને પોતાના નામ , પિતા તથા પતિનું નામ અને અટકમાં અરજી કરતી સમયે ભુલ થયેલ છે તેવા ઉમેદવારને જે કોલલેટર મળેલ છે તે તથા ઓળખપત્રના અસલ પુરાવા સાથે રાખવાથી પરીક્ષા આપી શકે છે .
હવે આપને આ શારીરિક કસોટી ની તારીખમાં ફેરફાર કરવા માટેના સંજોગો અને પગલાં તપાસીએ
શારીરીક કસોટી તારીખ બદલવા માટે સૂચનાઓ
જે કોઇ ઉમેદવારોને અમુક ખાસ કારણસોર શારીરીક કસોટીની તારીખ બદલવાની જરૂરીયાત ઉભી થઇ હોય તો તેવા ઉમેદવારો આ તારીખમાં ફેરફાર કરવી શકે છે પરંતુ કારણ કોઈ વ્યાજબી હોવું જરૂરી છે જે ઉમેદવારો તારીખમાં ફેરફાર કરવા માંગે છે તેઓએ અરજી સાથે કોલલેટરની ઝેરોક્ષ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી , બંગલા નંબરઃ ૧-૧૩ , સરીતા ઉધાનની નજીક , સેકટર -૯ , ગાંધીનગર પીન કોડ -૩૮૨૦૦૭ અને લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી , બંગલા નંબર : ગ -૧૨ , સરીતા ઉધાનની નજીક , સેકટર -૯ , ગાંધીનગર પીન કોડ -૩૮૨૦૦૭ ખાતે રૂબરૂમાં અરજી કરવાની રહેશે .
અહી નીચે જણાવેલ કારણો સિવાય અન્ય કોઇ કારણસોર ઉમેદવારની તારીખ બદલવામાં આવશે નહીં .
• ઉમેદવારના પોતાના લગ્ન હોય અથવા પોતાના સગા ભાઇ અથવા બહેનના લગ્ન હોય તો તારીખ બદલી શકે છે
• ઉમેદવારને અન્ય કોઇ પરીક્ષા જેવી કે સરકારશ્રીની ભરતી ની પરીક્ષા તથા કોલેજની પરિક્ષાના કિસ્સામાં (કે જેમાં પરિક્ષા શરૂ થવાના આગળના દિવસે અને પરિક્ષાનો દિવસ દિવસો અને પરિક્ષા પુરી થવાના પછીના દિવસે શારીરીક કસોટી હોય તો ) તારીખ બદલી શકે છે
• ઉમેદવારના કુટુંબમાં માતા પિતા ભાઇ ,બહેન , દાદા , દાદી , પત્ની , પુત્ર ,પુત્રી નું અવસાન થયેલ હોય તો તેવા કસ્સામાં પણ તારીખ બદલી શકે છે
• અહી એક બાબત ખાસ ધ્યાન માં રાખવી કે શારીરીક કસોટીના શરૂ થવાના દિવસથી દિન -૩ પહેલા મળેલી અરજી જ ધ્યાને લેવામાં આવશે બીજી અરજી ધ્યાને લેવામાં આવશે નહિ . ઉમેદવારની અરજી મળયા બાદ તારીખ બદલવા અંગેના હુકમો ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે . જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જુનો કોલલેટર લઇને જણાવેલ તારીખ અને સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે તથા જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઇ તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મુળ કોલલેટરમાં જણાવેલ તારીખ સ્થળે જ કસોટી આપવાની રહશે.
અહી ઉપર આપવામાં આવેલ તમામ માહિતી હસમુખ પટેલ . કે જે લોકરક્ષક ભરતી બોર્ડ અને મેનેજીંગ ડાયરેકટ , ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ , ગાંધીનગર ના અધ્યક્ષ છે તેમના દ્વારા બહાર પાડવામાં આવેલ છે જે official notifications નીચે મુજબ છે.