Type Here to Get Search Results !

Aditya Birla Capital COVID Scholarship || આદિત્ય બિરલા કેપિટલ કોવિડ શિષ્યવૃત્તિ


શાળાના વિદ્યાર્થીઓ માટે આદિત્ય બિરલા કેપિટલ કોવિડ શિષ્યવૃત્તિ

   નમસ્કાર વાચક મિત્રો, આજે આ લેખ દ્વારા અમે તમને એક નવી સ્કોલરશિપ વિશે જણાવીશું જેનું નામ છે આદિત્ય બિરલા કેપિટલ કોવિડ શિષ્યવૃત્તિ, જે વિદ્યાર્થીઓ 1 થી 12 અને અંડર ગ્રેજ્યુએશન માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે,જેમાં જે જે વિદ્યાર્થી ધોરણ 1 થી 8 ના વર્ગમાં અભ્યાસ કરે છે તેમને 24,000 રૂપિયા અને 9 થી 12 ના  ધોરણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રૂ. 30,000, અને UG ના અભ્યાસક્રમો  માં ભણતા વિદ્યાર્થીને  60,000 રૂપિયા, અને સામાન્ય UG અભ્યાસક્રમો માટે: 36,000/- રૂપિયા  સ્કેલરશિપ મળવા પાત્ર છે, પરંતુ આ સ્કોલરશીપ માટે અમુક નિયમો અને જરૂરી પુરાવા જરૂરી છે અને અમુક નિયમો પણ છે તો આ વિશે વધુ ખ્યાલ અને ઓનલાઇન અરજી કઈ રીતે કરવી તેનો વિગતે ખ્યાલ આપણે મેળવીએ.

કોણ કોણ અરજી કરી શકે તેની પાત્રતા :
• જે અરજી કરનાર વિદ્યાર્થીઓ ભારતીય હોવા જોઈએ.

• કોવિડ-19 રોગચાળાને કારણે જેમણે તેમના માતા-પિતા ગુમાવ્યા છે તેવા જ વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ માટે અરજી કરવા માટે લાયક છે.

• અરજદાર વિદ્યાર્થી ધોરણ 1 થી 12 માં ભણતા હોવા જોઈએ તેમનો વર્તમાન અભ્યાસ શરૂ હોવો જોઈએ.

• ઉમેદવાર ઓનલાઇન અરજી કરતા સમયે તેમનો વર્તમાન અભ્યાસ શરૂ હોવો જોઈએ.

શિષ્યવૃત્તિ માં કેટલી રકમ મળવા પાત્ર :
• ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે  રૂ. 24,000/- મળવા પાત્ર

• 9 થી 12 ના વિદ્યાર્થીઓ  રૂ. 30,000/- મળવા પાત્ર

નોંધ: આ એક વખતની નિશ્ચિત શિષ્યવૃત્તિની રકમ છે. તેનો ઉપયોગ માત્ર શૈક્ષણિક હેતુઓ માટે જ થઈ શકે છે જેમાં ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, ખોરાક, ઈન્ટરનેટ, પુસ્તકો, સ્ટેશનરી, ઓનલાઈન લર્નિંગ વગેરેનો સમાવેશ થાય છે.

જરૂરી દસ્તાવેજો અને આધાર પુરાવા :
• વિદ્યાર્થીઓનો પાસપોર્ટ ફોટો

• અગાઉના વર્ગની માર્કશીટ જે અભ્યાસ પાસ કરેલ હોય તે

• આઈડી પ્રૂફ કોઈ પણ એક (આધાર કાર્ડ/મતદાર ઓળખ કાર્ડ/ડ્રાઈવિંગ લાઇસન્સ/પાન કાર્ડ)

• વર્તમાન વર્ષનો જે ધોરણમાં અભ્યાસ કરે છે તેનો પ્રવેશ પુરાવો કોઈપણ એક  (ફી રસીદ/પ્રવેશ પત્ર/સંસ્થા ઓળખ કાર્ડ/બોનાફાઇડ પ્રમાણપત્ર).

• માતા- પિતા મુત્ય પામેલ છે તેના મરણનો દાખલો

• કોવિડ-19ના કારણે મૃત્યુનો પુરાવો (હોસ્પિટલની રસીદો, ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન, કોવિડ ટેસ્ટ રિપોર્ટ, કોવિડની દવા માટેના મેડિકલ બિલ્સ, હોસ્પિટલ ડિસ્ચાર્જ સારાંશ, વગેરે)

• વિદ્યાર્થીના બેંક ની માહિતી અથવા તેમના માતા પિતાના બેંકની વિગતો

• આવકનો પુરાવો ના હોય તો ચાલે (બિન ફરજિયાત).

અરજી કરવા માટેની છેલ્લી તારીખ :
 તારીખ : ૩૧/૦૧૦૨૦૨૨

સ્કોલરશીપ માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરી શકો છો?
ઓનલાઇન અરજી કરવા માટે અહી નીચે Apply now પર ક્લિક કરો

પગલું 1- ‘ઓનલાઈન અરજી ફોર્મ પેજ’ માટે Appy now  પર  અહી ક્લિક કરો.

પગલું 2-  આપ સૌપ્રથમ આપનું registration કરી લ્યો જેમાં તમારી વ્યક્તિગત માહિતી મોબાઈલ નંબર અને ઈમેઇલ આઈડી વગેરે માહિતી ભરો અને registration કરો.
 
પગલું 3- registration થયા ની સાથેજ તમને સ્કોલરશીપ ના લોગીન પેજ પર રિ ડાઈરેક્ટ કરવામાં આવશે.

પગલું 4- એપ્લિકેશન પ્રક્રિયા ને શરૂ કરવા માટે 'start application' બટન પર ક્લિક કરો.

પગલું 5- ઑનલાઇન શિષ્યવૃત્તિ અરજી ફોર્મમાં માંગેલ જરૂરી વિગતો ભરો.

પગલું 6- જરૂરી તમામ દસ્તાવેજો અપલોડ કરો.

પગલું 7- 'નિયમો અને શરતો' સ્વીકારો અને 'previews' પર ક્લિક કરો.

પગલું 8- બધી માહિતી કાળજીપૂર્વક તપાસો અને 'submit' બટન પર ક્લિક કરો.
 
પગલું 9 - અરજી સબમિટ થઈ ગયા બાદ આપ તેની પ્રિન્ટ આઉટ લઈ શકો છો અને pdf પણ ડાઉનલોડ કરી શકો છો.

આ સ્કોલરશીપ માટેની સામાન્ય બાબાનો અને ચૂચનાઓ :
 
>>આ સ્કોલરશીપ માટે જે વિદ્યાર્થીઓ અરજી કરી રહ્યા છે તેમાં માતા અથવા પિતા બંને માંથી કોઈ એક અથવા બંને કોરોનાનાં લીધે મૃત્યુ પામેલ હોવા જોઈએ.

>>અરજી કરતા પહેલા તમામ પુરાવા સાથે રાખવા કારણ કે પુરાવા વગર અરજી સબમિટ થઈ શકશે નહિ.

>>અરજીમાં કંઈ પણ ભૂલ ના થાય તે રીતે અરજી ફોર્મ ભરવું અરજી સબમિટ થઈ ગયા બાદ તે એડિટ થઈ શકશે નહિ.

>>બેંકની વિગતો સાચી અને સંપૂર્ણ નાખવી નહિતર બેંક ખાતામાં પૈસા આવી શકશે નહિ.

   અહી આપેલ માહિતી એ કોરોનામાં મુત્યુ પામેલ વાલીના વિદ્યાર્થી માટે ખુબજ ઉપયોગી છે તે પોતાનું ભણતર આગળ સારી રીતે ધપાવી શકે તે માટે આ માહિતી આપ ખુબજ શેર કરો જેથી કરીને તમામ વિદ્યાર્થી આર્થિક સહાયનો લાભ આ સ્કોલરશીપ દ્વારા લઈ શકે અમારું કામ આ લેખ દ્વારા તમને માહિતી પહોસાડવાનું હતું હવે તમારું કામ આ માહિતી શેર કરવાનું છે તો જેમ બને તેમ વહેલા આ માહિતી આગળ મોકલો આભાર.

Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...