Type Here to Get Search Results !

રસીકરણ પ્રમાણપત્ર ડાઉનલોડ | Vaccination Certificate Download

અહીંથી સીધું જ વેક્સીન સર્ટિફિકેટ ડાઉનલોડ કરો

   નમસ્કાર મિત્રો શું આપ જાણો છો હાલમાં કોરોનાં ની પરિસ્થિતિને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા એક ખુબજ અગત્યનો નિર્ણય લેવામાં આવેલ છે આ નિર્ણય મુજબ આપ જે તે જાહેર સ્થળો જેવાકે સરકારી નિગમ, અર્ધ સરકારી નિગમ, સહકારી સંસ્થાઓ, તમામ સરકારી કચેરીઓ અને પબ્લિક ટ્રસ્ટ કે સ્થળોમાં જે લોકોએ વેક્સિનેશન કરાવેલ છે તે  લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. આ નિર્ણય મુજબ આ તમામ કચેરીઓ માં પ્રવેશ મેળવવા કે ત્યાં કઈ કામ માટે જવાનું હોય તો આપની પાસે પહેલા કોરોના માટે રસી મુકાવેલ છે કે નહિ તેનું પ્રમાણપત્ર માંગશે તેના વગર ત્યાં પ્રવેશ આપવાના આવશે નહિ. 
આપ લોકો માંથી ઘણાબધા લોકો છે જેણે કોરોના સામે રસીકરણ થઈ ચૂક્યું છે પણ રસીકરણ કરાવેલ છે તે અંગેનું પ્રમાણપત્ર આપની પાસે નહિ હોય અથવા તે ડાઉનલોડ કઈ રીતે કરવું તે અંગે માહિતી નહિ હોય તો અમે અહી આપને આ  રસીકરણ કરાવેલ અંગેનું પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરવું અને આપના મોબાઈલ માં હાર્ડ કોપી કઈ રીતે PDF ફોર્મેટ મા સાચવવી તે અંગે માહિતી આપીશું તો ચાલો રસીકરણ અંગેનું પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ થાય તે માહિતી મેળવી લઈએ.

રસીકરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની રીત
1 હોટ્સએપ દ્વારા કઈ રીતે ડાઉનલોડ કરવું 

  વોટ્સએપ દ્વારા જો આપ સીધા જ વેક્સીન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો નીચે આપેલ સ્ટેપ અનુસરો,


સ્ટેપ 1 આપના હૉટ્સએપ પર 9013151515 આ નંબર સેવ કરો

સ્ટેપ 2 હવે આપે જ્યારે રસી મુકાયેલ હોય ત્યારે જે ત્યાં નંબર આપેલ હોય તે વોટ્સએપ નંબર પરથી ઉપર આપેલ નંબર સેવ કરેલ છે તેના પર download certificate તેવો મેસેજ કરો.

સ્ટેપ 3 download certificate નો તમે જે મેસેજ કરેલ છે ત્યારે સામે તમને એક બીજો મેસેજ જવાબ તરીકે જોવા મળશે. તે મેસેજ માં OTP અંગે માહિતી આપેલ હશે, આ માહિતી આવતા સાથેજ આપે જે મોબાઈલ નંબર આપેલ છે તેના પર 2 મિનિટ ની અંદર એક મેસેજ આવશે જે OTP હશે.

સ્ટેપ 4 આ આવેલ OTP આપે સેવ કરેલ ઉપરના વોટ્સએપ નંબર પર મોકલો.

સ્ટેપ 5 OTP દાખલ કરતાં જ તમારી સામે એક pdf ફાઈલ્સ આવશે આ pdf ફાઇલને ડાઉનલોડ કરી લ્યો જે તમારા રસીકરણ કરાવેલ અંગેનું પ્રમાણપત્ર છે.

આ પ્રમાણપત્ર આપ ગમે તે જાહેર સ્થળો કે સચેરીમાં પ્રૂફ તરીકે દેખાડી શકો છો જે હાર્ડ કોપી એટલે કે PDF ફાઇલ્સ માં તમારા મોબાઈલ માં હશે.

આપ જો વોટ્સએપ દ્વારા સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા ના માંગતા હોય અથવા આપ વોટ્સએપ નો ઉપયોગ ના કરતા હોય તો આપ બીજી રીતે પણ ડાઉનલોડ કરી શકો છો જે નીચે મુજબ છે.

સ્ટેપ 1 અહી નીચે આપેલ લિંક પર ક્લિક કરો 
સ્ટેપ 2 આપેલ લિંક્સ પર ક્લિક કરતા આપની સમક્ષ vaccination registration/ login વાળું એન્ટર ફેસ ખુલશે, ત્યાં enter your mobile number એમ લખેલ દેખાશે ત્યાં તમારો મોબાઈલ નંબર દાખલ કરો.

સ્ટેપ 3 મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ સેન્ડ OTP પર ક્લિક કરો ત્યારબાદ આપના મોબાઈલ પર એક મેસેજ આવશે તે OTP ત્યાં દાખલ કરો.

સ્ટેપ 4 OTP દાખલ કર્યા બાદ આપની સમક્ષ આપની માહિતી વાળું એક હોમ પેજ ખુલશે. આ પેજ પર આપની તમામ માહિતી પ્રકાશિત થશે જેમકે રસી માટે પ્રથમ ડોઝ ક્યારે લીધો બીજો ડોઝ ક્યારે લીધો અને આગામી કઈ appointment લીધેલ છે કે નહિ વગેરે તમામ માહિતી આપેલ હશે.

સ્ટેપ 5 જો આપે બંને ડોઝ મુકાયેલ હશે તો ત્યાં fully vaccinated લખેલ પ્રકાશિત થશે.અને જે કંઈ ડોઝ બાકી હશે તો appoinment લખેલ દેખાશે. જો આપે રસી પહેલા જ લીધેલ હશે તો certificate એમ લખેલ દેખાશે ત્યાં ક્લિક કરતાની સાથે જ આપના મોબાઈલ પર વેક્સિનનું પ્રમાણપત્ર ડાઉનલોડ થઇ જશે. આ સર્ટિફિકેટ pdf ફાઈલ માં હશે જેનો આપ કોઈપણ જગ્યાએ પુરાવા તારીખે કે પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકો છો.

જો આપનું vaccination certificate આપ વેરીફાઈ કરવા માંગતા હોય તો આ નીચે આપેલ રીત મુજબ તે થઈ શકશે.
 
સૌપ્રથમ આપનું સર્ટિફિકેટ તૈયાર રાખો અને અહી નીચે આપેલ links ખોલો.

આ લિંક્સ પર verify certificate લખેલ આવશે ત્યાં ક્લિક કરો અને આપની સમક્ષ qr code scan કરવા માટેનું ઇન્ટર ફેસ ખુલશે ત્યાં ક્લિક આપો અને આપનું સર્ટિફિકેટ સ્કેન કરો QR code સ્કેન કરતા જ આપની તમામ રસી અંગેની માહિતી આવી જશે જે સાબિત કરે છે તે આપનું આ vaccination નું સર્ટિફિકેટ સાચું છે.

અહી જે સર્ટિફિકેટ ડાઉનલોડ થાય છે તે કઈ રીતે થાય છે તેની અગત્યની માહિતી મેળવીએ

કોવિડ સર્ટિફિકેટ એ ભારતના COVID પ્રમાણપત્રોને સ્ટોર કરવા અને પ્રસ્તુત કરવા માટેની અધિકૃત એપ્લિકેશન સિસ્ટમ આધારિત વેબસાઇટ છે. તે ફેડરલ ઑફિસ ઑફ પબ્લિક હેલ્થ વતી ફેડરલ ઑફિસ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી સિસ્ટમ્સ અને ટેલિકોમ્યુનિકેશન FOITT દ્વારા વિકસાવવામાં આવી છે.

ભારતમાં, જે લોકો ને રસી આપવામાં આવી છે, તેવા તમામ પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વાળા બંને લોકો આ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે છે.

કોવિડ પ્રમાણપત્રો હાર્ડ કોપી અથવા ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં ( PDF ) માં કરી કરવામાં આવે છે તેના પુરાવા તરીકે તેનો ઉપયોગ થઈ શકે છે. જેમકે COVID-19 સામે રસીકરણ મુકાયેલ છે તે પુરાવો

એપ્લિકેશન કેવી રીતે કાર્ય કરે છે
જ્યારે મોબાઇલ ઉપકરણ પર application ઇન્સ્ટોલેશન પછી એપ્લિકેશન પ્રથમ વખત લોંચ કરવામાં આવે છે ત્યારે સંક્ષિપ્ત પરિચયમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને હાર્ડ-કોપી COVID પ્રમાણપત્ર કેવી રીતે સ્કેન કરવું તે વિશેની માહિતી પ્રદાન કરે છે.

COVID પ્રમાણપત્ર એપ્લિકેશનનો ઉપયોગ સ્વૈચ્છિક અને મફત છે.

ડેટા સુરક્ષા એ ટોચની પ્રાથમિકતા છે
કોવિડ પ્રમાણપત્રનો ડેટા ફક્ત મોબાઇલ ઉપકરણ પર જ સંગ્રહિત થાય છે. COVID પ્રમાણપત્રો ડિજિટલ સીલ (સહી) દ્વારા સુરક્ષિત છે અને તેથી તે બનાવટી હોય તો સાબિતી થઈ જાય છે.


Related :

• ઓમિક્રોન વેરિઅન્ટ વિશે જાણો અહીથી

• કોરોના મૃતક પરિવાર ને ૫૦૦૦૦ ની સહાય

• કોરોના વેક્સિન રજિસ્ટ્રેશન

• કોરોના થી બચવાના ઉપાયો

Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...