2 તબક્કામાં પરીક્ષાની ચર્ચા વચ્ચે મંડળના અધ્યક્ષની સ્પષ્ટતા
જુનિયર ક્લાર્કની 10 એપ્રિલે, તલાટીની 23 એપ્રિલે1 જ તબક્કામાં પરીક્ષા લેવાશે
ક્લાર્ક માટે 10 લાખ, તલાટી માટે 17લાખ ઉમેદવાર નોંધાયા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા બાબતે કેટલીક દ્વિધા પ્રવર્તી છે ત્યારે પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, બંને પરીક્ષા એક જ તબક્કામાં યોજાશે.
સૂત્રોના કહ્યા પ્રમાણે બંને પરીક્ષા પૈકી જુનિયર ક્લાર્કની પરીક્ષા 10 એપ્રિલે અને તલાટીની પરીક્ષા 23 એપ્રિલે યોજવાનું આયોજન છે. હજુ પરીક્ષા ક્યારે લેવી તે બાબતે કોઈ ઠોસ નિર્ણય લેવાયો નથી, પણ આ પ્રમાણેનું આયોજન છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી જતા તેને લેવા માટે હાલ કાર્યવાહી કહેવું છે. હાથ ધરાઈ છે. આ સાથે તલાટીની પરીક્ષા લેવા માટે પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બંને પરીક્ષા એપ્રિલમાં યોજવાનું આયોજન છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં આશરે 10 લાખ અને તલાટીની પરીક્ષામાં આશરે 17 લાખ ઉમેદવાર બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. અત્યારે પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરીક્ષા કેન્દ્રો નક્કી થઈ જાય પછી પરીક્ષા અંગેનો ચોક્કસ કાર્યક્રમ જાહેર થશે તેમ સૂત્રોનું કહેવું છે
હસમુખ પટેલે ઉમેદવારોને અપીલ કરી છે કે, કોઈ બાબતે અસમંજસ-દ્વિધામાં રહેવું નહીં,પરીક્ષાની તૈયારીમાં જ ધ્યાન આપવું, કોઈ અફવા પર ધ્યાન આપીને ગેરમાર્ગે દોરાવવું નહીં.