Type Here to Get Search Results !

Biporjoy Cyclone Sahay 2023


બિપોરજોય વાવાઝોડા સહાય યોજના ૨૦૨૩ ગુજરાત

Biporjoy Cyclone Sahay 2023 : 

આપ જાણો છો કે અરબ સાગરમાં સર્જાયેલુ ભયાનક અને શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય કચ્છના દરિયા કાંઠે તેનું લેન્ડફોલ થયું હતુ. આ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તે પહેલા જ ગુજરાત રાજ્ય સરકારના આગોતરા પ્રયત્નો અને આયોજનના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ 9 તાલુકાના 940 જેટલા અંદાજે ગામો ને અસરગ્રસ્ત જરૂર થયા હોવાનું સર્વેમાં જાણવા માં મળ્યું છે. આ વાવાઝોડા એ પોતાની તબાહી મચાવ્યા બાદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ ની કામગીરી પર ખૂબજ ધ્યાન આપી રહી છે. એવામાં સરકાર દ્વારા રોકડ સહાયની પણ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.

મહેસૂલ વિભાગના ઠરાવમાં કુદરતી આપત્તિઓના કારણેજે તે અસરગ્રસ્તોને દરરોજના એટલે કે દૈનિક રોકડ સહાય ની ચૂકવવાનું નક્કી કરેલ છે. જેના ધારા-ધોરણો પણ બહાર પાડવામાં આવેલ.છે. આ ઉપરાંત SDRF અને NDRF દ્વારા અપાતી તમામ પ્રકારની સહાય આ અસરગ્રસ્ત લોકોને આપવામાં આવે છે. જે લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધા જ જમા કરવાની વાત થઈ છે, DBT(Direct Benefit Transfer) અથવા PFMS (Public Fund Management System) મારફતે જ ચૂકવવાની સુચનાઓ અમલમાં છે.

પરંતુ, આ બિપોરજોય વાવાઝોડામાં જે જે અસરગ્રસ્ત વિસ્તારમાં હાલના સંજોગોમાં બેન્કીંગ વ્યવહાર કરવો ખૂબજ મુશ્કેલ બને છે તથા અશક્ય છે. આવા સંજોગોમાં કેશડોલ્સની રોકડ સહાય ની રકમ અસરગ્રસ્ત ઇસમોના ખાતામાં જમા કરવી અને તેને ઉપાડવી તે પણ ખૂબ જ કઠિન થઈ જાય. જેને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશ ડોલ્સની સહાય રોકડમાં આપવાનું નક્કી કરવામાં આવેલ છે.


યોજનાનુ નામ : બિપરજોય વાવાઝોડું સહાય યોજના 2023
યોજના : સરકારી યોજના
યોજનામાં મળતી સહાય :
વ્યકતિદિઠ મહતમ રૂ. દૈનિક રૂ.100 (વધુ મા વધુ રૂ.500)
બાળકદિઠ રકમ દૈનિક રૂ.60 (વધુ મા વધુ રૂ.300)

મહેસુલ વિભાગે ઠરાવ કર્યો છે તે મુજબ, બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે આ સહાયતાના ધોરણ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સહાય રાજ્ય સરકાર પાંચ દિવસની અંદર આપવામાં આવશે. પુખ્તવયના વ્યક્તિને દૈનિક રૂપિયા 100 લેખે તથા બાળકોને દૈનિક લેખે રૂપિયા 60 ઓછામાં ઓછાં ચુકવવામાં આવશે. બિપરજોય વાવાઝોડા અસર ગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ વ્યક્તિઓને કેશડોલ્સ ચૂકવામાં આવશે. મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશડોલ્સની ચુકવણી કરવામાં આવશે.

5 દિવસની કેશડોલ રોકડ રકમ ચૂકવાશે

બિપોરજોય વાવાઝોડામાં અસરાગ્રસ્ત નાગરિકોને જેમ બને તેમ તાત્કાલિક સહાય આપવી ખૂબજ જરૂરી છે. જેથી આ સહાયની રકમ રોકડમાં આપવા સરકાર દ્વારા નક્કિ કરવામાં આવ્યું છે. આ સહાય કોણે મળશે અને ક્યાં-ક્યાં જિલ્લાઓમાં મળશે. તેની સંપૂર્ણ જાણકારી નીચે આપેલ છે.


Biporjoy Vavajodu Sahay કેશડોલ્સ સહાય શું છે?

કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને દૈનિક રોકડમાં જે સહાય આપવામાં આવે છે. તે સહાય ને કેશડોલ્સ સહાય કહેવામા આવે છે. વહિવટીતંત્ર દ્વારા Biporjoy vavazodu Sahay 2023 વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના લોકો ને થોડીક આર્થિક સહાય અને લાભના ભાગરૂપે વ્યક્તિઓને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટેની મુશ્કેલી ના પડે તથા પોતાના રોજના જીવન જરૂરી ખર્ચ નિવારવા રોકડ રકમની સહાય ચૂકવવાની જરૂરિયાત ઉદ્દભવતા મહેસૂલ વિભાગના તા.૧૮/૦૩/૨૦૨૧ ના સંદર્ભથી ઠરાવ્યા મુજબની સહાય ચૂકવવામા આવે છે.

નીચેના જિલ્લાઓ અને શહેરો ને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે:

>>અમદાવાદ
>>અમરેલી
>>આણંદ
>>ભરૂચ
>>ભાવનગર
>>દેવભૂમિ દ્વારકા
>>ગીર સોમનાથ
>>જામનગર
>>જુનાગઢ
>>કચ્છ
>>રાજકોટ
>>મોરબી
>>નવસારી
>>પોરબંદર
>>સુરત
>>વલસાડ
>>બોટાદ
>>ખેડા
>>સુરેન્દ્રનગર
>>ગાંધીનગર
>>પાટણ
>>મહેસાણા

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કેશડોલ્સનો સહાય ઠરાવ ડાઉનલોડ કરવા માટે નીચે ડાઉનલોડ બટન પર ક્લિક કરો:

ડાઉનલોડ કરો




Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...