15મી જૂનની બપોર સુધીમાં માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ ચક્રવાત બિપરજોયને લઈને સતત અપડેટ આપી રહ્યું છે. IMDના નવીનતમ અપડેટ્સ અનુસાર, ચક્રવાત 15મીએ બપોરે કચ્છના માંડવીથી કરાચી વચ્ચેની ભારત-પાકિસ્તાન સરહદ પર ત્રાટકશે. આવો જાણીએ હવામાન વિભાગે બીજું શું કહ્યું તેના વિશે.
ચક્રવાત બિપરજોય જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ ચક્રાવતની અસર કેરળ અને મુંબઈના દરિયામાં દેખાઈ રહી છે. આ બંને જગ્યાએ દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગે ચક્રવાત બિપરજોયને જોતા સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ચેતવણી જાહેર કરી છે.
150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગ એ આગાહી પણ કરેલ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત બિપરજોય 14મી તારીખની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. ત્યારબાદ, તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરશે અને 15મી જૂનની બપોર સુધીમાં માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે જખૌ બંદર (ગુજરાત) નજીક પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરશે. આ દરમિયાન પવનની ઝડપ 125 થી 135 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
ચક્રાવતી તોફાન બિપરજોય 16 જૂને નબળું પડીને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં પ્રવેશ કરશે.
ચક્રાવતી વાવાઝોડાની અસર પહેલા રાજસ્થાનમાં ગરમી તેની ટોચ પર છે. હવામાન વિભાગે ચક્રાવતી તોફાન બિપરજોયને લઈને એક મોટી અપડેટ આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે વાવાઝોડું હાલમાં સેન્ટ્રલ અરબી વચ્ચે છે અને ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું 15 જૂને ખૂબ જ ગંભીર ચક્રાવતી વાવાઝોડા તરીકે સૌરાષ્ટ્ર કચ્છ અને તેની નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. આ ત્યારપછી આ વાવાઝોડું ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડતું જશે.
આ વાવાઝોડું 16 જૂને ડિપ્રેશનમાં નબળું પડીને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં પ્રવેશ કરશે. તેની અસરને કારણે, જોધપુર (જોધપુર વેધર એલર્ટ) અને ઉદયપુર ડિવિઝનના જિલ્લાઓમાં 15 જૂનની બપોર પછી જ વાવાઝોડાનો સમયગાળો શરૂ થશે તેવી આગાહી આપવામાં આવેલ છે. 16 જૂને આ વાવાઝોડાની અસરને કારણે જોધપુર અને ઉદયપુર ડિવિઝનના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં પવનની ઝડપ 45 થી 55 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. 17 જૂને પણ આ સિસ્ટમની અસર જોધપુર, ઉદયપુર અને અજમેર ડિવિઝન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના રૂપમાં ચાલુ રહેવાની શક્યતા છે.
અહી અમે નીચે બિપરજોય વાવાઝોડા નું લાઈવ ટ્રેક કરી શકો તે માટે લિંક્સ આપેલ છે ત્યાં ક્લિક કરતાની સાથે આપ લાઈવ ટ્રેક જોઈ શકશો જેથી કરીને વાવાઝોડું કઇ દિશામાં કેટલું આગળ પહોચ્યું છે તે અંગે આપ માહિતી મેળવી શકશો.