Type Here to Get Search Results !

Water Tank Yojana Gujarat 2023 | પાણીનાં ટાંકા માટે સહાય યોજના 2023


પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના 2023

ગુજરાતના કિશન ભાઈઓ એટલે કે ખેડૂત મિત્રો માટે ગુજરાતની સરકાર અવનવી યોજનાઓ લાવતી જ રહેશે આ યોજનાનો હેતુ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળી રહે અને દેશનો ખેડૂત મિત્ર વધુમાં વધુ સમૃદ્ધ અને આર્થિક રીતે આગળ આવતો રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂત મિત્રોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે આ યોજના અંતર્ગત વિવિધ પ્રકારની સબસીડીયો તથા વિવિધ પ્રકારના પેકેજનો ઉપયોગ આપીને ખેડૂત મિત્રોને પ્રોત્સાહિત કરવામાં આવે છે આવી જ એક યોજના પાણીના ટાંકા બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ છે આ યોજના દ્વારા અમુક પ્રકારની રકમ ખેડૂત મિત્રોને મળવાપાત્ર છે તો આ અંગે આપણે વિગતે નીચે મુજબ વિગતો મેળવી અને જો તમે પાણીના ટાંકા બનાવવા માગતા હોય તો આપને સરકાર કઈ રીતે સહાય કરી શકશે તે અંગે ખ્યાલ મેળવીએ.

યોજના અને તેનું નામ: પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના 

અરજી કરવાની તારીખ: 15/5/2023 થી લઈને 14/6/2023 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે 

લાભ કેટલી વખત મળશે: આજીવન એક વખત 

સહાય નું ધોરણ અને વિગતો:

ટપક સિંચાઈ મારફત પાણીના કરકસર રીતે ઉપયોગ થઈ શકે તે માટે પાણીના ટાંકા બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આ સહાય આપવામાં આવેલ છે આ સહાય માટે છે નીતિ નિયમો અને ધોરણો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે તે નીચે મુજબ છે આ યોજનાની સહાય ખેડૂત મિત્ર બે રીતે મેળવી શકે છે એક વ્યક્તિ દીઠ અને બીજું સામુહિક રીતે બધા ખેડૂતો ભેગા મળીને પાણીની ટાંકી બનાવીને, તો બંને રીતે આપણે યોજનાનું ધોરણ તપાસી લઈએ,

વ્યક્તિગત સહાય મેળવવા માટે વ્યક્તિગત સહાયના કિસ્સામાં જે તે અરજદાર ખાતા ના સહાય ખર્ચના 50% એટલે કે પાણીની ટાંકી બનાવવો જે ખર્ચ થાય છે તેના 50% રકમ અથવા રૂપિયા 9.80 લાખ જે ઓછો હશે તે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવા માટે સહાયના ધોરણ યુનિક કોસ્ટ રૂપીયા 19.70 લાખ નિયત કરીને તે અનુસાર પ્રોટ્રેટા મુજબ ૫૦ ટકા અથવા ખરેખર થયેલ ખર્ચના બેમાંથી જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર છે લાભ મેળવવા માટે ઓછામાં ઓછા 75 ઘન મીટર ના પાણીના ટાંકા પાકા બનાવવાના રહેશે.

ખેડૂત મિત્રો સામુહિક રીતે સહાય મેળવવા માટે ધારા ધોરણો

જો તમામ ખેડૂત મિત્રો સામુહિક રીતે ભેગા મળીને પાણીના ટાંકા બનાવવા માટે નક્કી કરે તો જૂથ લીડરના ખાતામાં જાહેર ખર્ચ ના 50% અથવા 9.80 લાખ બે માંથી જે ઓછો હોય તે ચૂકવવાની સહાય ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવશે નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટેનું ધોરણ યુનિટ કોસ્ટ 19.7 લાખ કરી ખર્ચના 50% અથવા ખરેખર થયેલ ખર્ચના રકમના અડધા બે માંથી ઓછો હોય તે મુજબ સહાય આપવામાં આવશે સહાય મેળવવા માટે ઓછામાં ઓછા 75 ઘન મીટરના પાણીના ટાંકા બનાવવા ના રહેશે જેનો ઉપયોગ સામૂહિક રીતે તમામ ખેડૂત મિત્રો કરી શકશે,

આ યોજના માટેના વધારાના ધારા ધોરણો

આપેલી યોજનાની સહાય માટે તમામ લાભાર્થી ખેડૂત એ ખાતેદારે સૂક્ષ્મ પીયત એટલે કે માઇક્રો એરીગેશન સિસ્ટમ અપનાવેલ હોય તેમને જ આ યોજનાનો લાભ આપી શકશે તેમને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે 

આ યોજના હેઠળની સહાય માટે યુનિટ કોસ્ટ માં ઓછામાં ઓછા 75 ઘન મીટરની અને વધુમાં વધુ 1000 ઘન મીટરની ક્ષમતા વાળી આરસીસીની પાણીની ટાંકીઓ એટલે કે પાકા પાયે બનાવેલ ટાંકીઓ નો જ સમાવેશ કરવાનો રહેશે 

આ યોજનાનો લાભ છે તે સર્વે નંબરો માટે આજીવન એક જ વખત મળી શકશે બીજી વાર આ યોજનાનો લાભ મળી શકશે નહીં

👉  ઓનલાઈન અરજી કરવા માટે અને વિગતે માહિતી માટે નીચે આપેલ અરજી કરો બટન પર ક્લિક કરો :

ઓનલાઈન અરજી કરો


Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...