Type Here to Get Search Results !

સોલાર પાવર યુનિટ/કીટ Solar Fencing Yojana 2023 Ikhedut Gujarat



ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ ( જટકા મશીન સાથેની ફ્રેંસિંગ) બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના

ગુજરાત સરકાર દ્વારા આ વખતે એક નવી જ ખેડૂતો માટે એક યોજના જાહેર કરેલ છે આ યોજનામાં કાટાંળી તારની વાડ ફેન્સીંગ બનાવવા માટે ખેડુતો ને લાભ આપવામાં આવશે. આ યોજનાનો લાભ ગુજરાતના તમામ ખેડૂતો ને મળવા પાત્ર રહેશે. અને જો આની પહેલા અગાઉ કોઈ ખેડૂતે આ યોજના અથવા તો વાડ કરવાની યોજનાનો લાભ લીધો હોય તેવા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે નહિ અને જો આવા ખેડૂતો એ આ યોજનાનો લાભ લેવો હોય તો ૧૦ વર્ષ બાદ જ લાભ લી શકશે.

સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીના માટે ખાતેદાર જે તે ખેડૂતને કુલ ખર્ચના રકમના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બંને માંથી જે રકમ ઓછી હશે તે મુજબ સહાય મળવાના પાત્ર થશે. જેની ખેડૂત મિત્રો એ નોંધ લેવી.

આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ ખેડૂત મિત્રો એ પોતાના નજીકના કોઈ ભી બજાર માંથી પોતાની જાતે જ નિયત ગુણવત્તા વળી કીટ ખરીદી ને પછી અરજી કરવાની રહેશે ખેડૂતોએ પોતાની રીતે જાતે જ ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.

આ યોજનામાં જે તે લક્ષ્યાંકની મર્યાદામાં ખેડૂત એ વહેલા તે પહેલાના ધોરણે ઝડપે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઝડપે જે તે અરજી સ્વીકારવામાં આવશે. 

આ યોજનાનો લાભ ૧૦ વર્ષમાં એક વાર જ મળવા પાત્ર રહશે.
રાજ્યનો વર્ષ ૨૩-૨૪ નો સંભવિત લક્ષ્યાંક: 
આ યોજના અંતર્ગત 33000 ખેડૂત મિત્રો ને લાભ આપવાનો લક્ષાંક રાખવામાં આવેલ છે જેથી જેમ થઈ શકે તેમ વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની રહેશે.

👉 અરજી કરવાની તારીખ
તા 09/10/2023 થી 08/11/2023 સુધી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે.

ઓનલાઇન અરજી કરવાની રીત:

જો તમે ખેડૂત નોંધણી ક્રમાંક ધરાવો છો તેમાં હા કહેશો અથવા ના પરાપી ને આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. આવેલ OTP નાખ્યા બાદ જો તમે નોંધાયેલ ખેડૂત હશો તો અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે .

જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગરના ખેડૂત હશો તો વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કર્યેથી સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.

જે વિગતો આગળ લાલ *  આપવામાં આવેલ છે તે ફરજીયાત છે.

અરજી અપડેટ અથવા કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન નો ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.

અરજી કન્ફર્મ થઇ ગયા બાદ તેમાં અરજી અપડેટ થશે નહી.

અરજી કન્ફર્મ થયા પછીજ તમે અરજીની પ્રિન્ટ લઇ શકાશે.

જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો ખેડૂત મિત્રો એ નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.

અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો જે પોર્ટલ પર  સુચનાઓ આપેલ છે તેની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.

અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું ફરજિયાત છે અને જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.

કન્ફર્મ નહિ કરેલ અરજીઓ ikhedut Portal ઉપર લેવાયેલ ગણાશે નહિ અને આવી અરજી આપ મેળે રદ થઈ જશે. તે ફક્ત ડેટા સેવ કરવાની સુવિધા માટે છે અરજી સબમિટ કરવા માટે નથી

👉 ઓનલાઇન અરજી કરવા માટે : અહી ક્લિક કરો 



Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...