Type Here to Get Search Results !

RMC Recruitment for Various Posts 2024


રાજકોટ મહાનગરપાલિકા ઓનલાઇન અરજીઓ ૨૦૨૪

રાજકોટ મહાનગરપાલિકાની જુદા-જુદા સંવર્ગની જગ્યા ભરવા માટે વિગતે કેટેગરી વાઈઝ ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.rmc.gov.in પર તા.૨૧/૧૨/૨૦૨૩ થી તા.૧૦/૦૧/૨૦૨૪(૨૩.૫૯ કલાક) સુધીમાં લોગીન કરી અરજી કરવાની રહેશે. 



👉 ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તા.૧૦/૦૧/૨૦૨૪(૨૩.૫૯ કલાક)

👉 ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તા.૧૦/૦૧/૨૦૨૪(૨૩.૫૯ કલાક)

script

શૈક્ષણિક લાયકાત અને પગારધોરણ :

કક્ષાવાર જગ્યાઓ: 
1-સીસ્ટમ એનાલીસ્ટની લાયકાત:
માન્ય યુનિવર્સિટીના બી.ઈ.(કોમ્પ્યુટર/આઈ.ટી.) અથવા બી.ટેક. (કોમ્પ્યુટર/ખાઈ.ટી.) અથવા એમ.સી.એ.

અનુભવ.-પ્રોસેસ એનાલીસ્ટ અને ડોક્યુમેન્ટેશનનો ૦૫(પાંચ) વર્ષનો અનુભવ જે પૈકી ઓછામાં ઓછો 03 (ત્રણ) વર્ષનો SLDC અનુભવ અને ઓછામા ઓછો વર(બે) વર્ષનો સીસ્ટમ એનાલીસીસનો અનુભવ

પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૩,૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૪૪૯૦૦-૧૪૨૪૦૦  

વયમર્યાદા :
વિચારણા કરવામાં આવશે. વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ

૨-ગાર્ડન સુપરવાઈઝર
લાયકાત
UGC/AICTE માન્ય યુનિ. એગ્રીકલ્ચર અથવા બોટની અથવા ઝુઓલોજી અથવા હોર્ટીકલ્ચરમાં સ્નાતક

પાચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૧,૦૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ. રૂ.૩૯૯૦૦-૧૨૬૬૦૦

વયમર્યાદા:
વિચારણા કરવામાં આવશે. વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ

૩-વેટરનરી ઓફિસરની લાયકાત :
માન્ય યુનિવર્સિટીની બી.વી.એસ.સી.એન્ડ એ.એચ (બેચરલ ઓફ વેટરનરી સાયન્સ અને એનિમલ સબન્ડરી)ની ડીગ્રી ૨. રાજ્ય પશુ ચિકિત્સા પરીષદ (ગુજરાત વેટરનરી કાઉન્સીલ) અથવા ભારતીય પશુ ચિકિત્સા પરીષદ (ઈન્ડીયન વેટરનરી કાઉન્સિલ)

અનુભવ.-સેન્ટ્રલ ઝુ ઓથોરિટી, ન્યુ દિલ્હી માન્ય ઝુ/વન વિભાગ હસ્તકના રેસ્કયુ સેન્ટર/બ્રીડીંગ સેન્ટરમાં વેટરનરી ઓફિસરનો બે વર્ષનો વેટરનરી ઓફિસર

પગારધોરણ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૩,૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં અને પગારપંચ મુજબ રૂ.૪૪૯૦૦-૧૪૨૪૦૦
વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ

૪-ગાર્ડન આસીસ્ટન્ટની લાયકાત : 

માન્ય યુનિ. ની ડિપ્લોમાં/ડીગ્રી ઈન એગ્રીકલ્ચર અથવા ડીપ્લોમાં/ડીગ્રી ઈન હોર્ટીકલ્ચર

પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.25,000/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાત મુજબ રૂ.૨૫૫૦૦-૮૧૧૦૦/-
વયમર્યાદા: ૧૮ થી ૩૫ વર્ષ

૫-ટેકનીકલ આસીસ્ટ (લાઈબ્રેરી)ની લાયકાત
ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી)
અનુભવ:-ગ્રંથાલયની કામગીરી અને ટેકનીકલ કામગીરીનો ઓછામાં ઓછો ૦૩(ત્રણ) વર્ષનો અનુભવ 

પાચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૪૯,૬૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૩૫૪૦૦-૧૧૨૪૦૦/- 
વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ

૬-આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન
લાયકાત: સાયન્સ (B. L..1.sc) પદવી મેળવેલ હોવા જોઈએ. 

પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.15,000/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૨૫૫૦૦-૮૧૧૦૦/-

૭-જૂનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર (ફીમેલ)
લાયકાત :
એસ.એસ.સી. પાસ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આયોજીત જીલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સ્વિમીંગ સ્પર્ધામાં ભાગ લીધેલ હોવો જોઈએ.

પગારધોરણ અને વયમર્યાદા:
પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.26,000/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૧૯૯૦૦-૭૩૨૦૦/-   વયમર્યાદા : ૧૮ થી ૩૩ વર્ષ

૮-ફાયર બઑપરેટર (પુરૂષ)ની લાયકાત
સીધી ભરતીની લાયકાત ધોરણ-૧૦ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોષ પાસ અને હેવી મોટર વ્હિકલ લાયસના ધરાવતા હોવા જોઇએ.
પગારધોરણ અને વયમર્યાદા:
પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.1,000/- અને પાંચ વર્ષની સતોષકારક લેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૧૯૯૦૦-૪૩૨૦૦

9-જુનિયર કલાકની લાયકાત:
યુનિવર્સિટીના કોઈપણ વિધ્ધશાખામાં સ્નાતક. ૨. લેખિત પરિક્ષાના મેરિટમાં અગ્રતાક્રમ ધરાવતા ઉમેદવારે, નિમણુંક પામ્યા બાદ સરકારશ્રી દ્વારા નિયત થયેલ નીતિ અનુસાર સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પરીક્ષા (કોમ્પ્યુટર વિષયક લાયકાત) ઉતીર્ણ કરવાની રહેશે.
script

જુનિયર ક્લાઉનું પગારપોરણ અને વયમર્યાદા
પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.5,000/- અને પાચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગાય મુજબ રૂ.૧૯૦૦૦-૬૩૨૦૦/-
કોમ્પ્યુટર વિષયક લાયકાત:
ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમો-૧૯૬૭ ના નિયમ-૮(૧એ) ની જોગવાઈ મુજબ કોમ્પ્યુટર એપ્લીકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૩/૦૮/૨૦૦૮ ના ઠરાવ ક્રમાંક :સીઆરઆર-૧૦-૨૦૦૭-૧૨૦૩૨૦-ગ.પ. સાથેના પત્રક-૧ માં દર્શાવેલ અભ્યાસક્રમને કોમ્પ્યુટરનાં બેઝીક નોલેજ તરીકે જાહેર કરેલ છે. ઉમેદવાર ગુજરાતી અને હિન્દીનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

નાગરિકત્વ:


પરીક્ષામાં પ્રવેશ માટે ઉમેદવાર (ક) ભારતનો નાગરિક અથવા (ખ) નેપાળનો પ્રજાજન (ગ) ભૂતાનનો પ્રજાજન અથવા(ઘ) ભારતમાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી ૦૧/૦૧/૧૯૬૨ પહેલા ભારતમાં આવેલા તિબેટના નિર્વાસિત અથવા (ચ) પાકિસ્તાન, બર્મા,શ્રીલંકા અને પૂર્વ આફ્રિકાના દેશો- કેન્યા, યુગાન્ડા, વિયેતનામ, ઝામ્બીયા, મલાવી, ઝેર, ઇથોપિયા, યુનાઈટેડ, રિપબ્લિક ઓફ ટાન્ઝાનિયાના, દેશોમાંથી સ્થળાંતર કરી ભારતમાં કાયમી વસવાટ કરવાના ઈરાદાથી આવેલ ભારતીય વ્યક્તિ, પરંતુ (ખ) થી (ચ) સુધીના પ્રકારમાની વ્યક્તિઓ ગુજરાત સરકાર પાસેથી પાત્રતા પ્રમાણપત્ર મેળવ્યું હોય તો જ નિમણુંક માટે પાત્ર બનશે. આ જગ્યા માટે ઉમેદવાર ગુજરાત રાજ્યના વતની અને ગુજરાત રાજ્યના ડોમીસાઈલ હોવા જોઈએ.

ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારે ધ્યાને લેવાની અગત્યની સુચનાઓ :


ઉમેદવારે ઓનલાઇન અરજી ફોર્મમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા રાજકોટ મહાનગરપાલિકા માંગે ત્યારે અસલમાં (પ્રમાણિત નકલો સહિત) રજુ કરવાના રહેશે. ચકાસણી દરમ્યાન ઓનલાઇન અરજી ફોર્મમાં ભરેલ વિગતો તથા પુરાવામાં ફેરફાર અથવા તફાવત જણાશે તો ઉમેદવારી રદબાતલ ગણવામાં આવશે.


👉 અરજી ફી

બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ રૂ.૫૦૦/- (પાંચ સો પુરા) અરજી ફ્રી તરીકે ભરવાના રહેશે જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ.૨૫૦/-(બસ્સો પચાસ) અરજી ફી તરીકે ભરવાના રહેશે. આ અરજી ફી માત્ર અને માત્ર ઓનલાઈન/નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે. અરજી ફી ભર્યા બાદ ઉમેદવારે પોતાનો અરજી નં. તથા ટ્રાન્ઝેક્શન આઈ.ડી.સાચવી રાખવાના રહેશે. અરજી ફી ભર્યા બાદ રીફંડ આપવામાં આવશે નહિ. ફી ભર્યા વગરની અરજી રદ્દ થવા પાત્ર રહેશે. અરજી ફી ન ભરનાર ઉમેદવારને કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા/સ્ક્રીનિંગ ટેસ્ટ/મૌખિક ઇન્ટરવ્યુ પૈકી નિમણુંક અધિકારી દ્વારા જે કાર્યપદ્ધતિ નિયત કરવામાં આવશે તેમાં બેસવા દેવામાં આવશે નહિ. ઉમેદવારે ઓનલાઇન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ Upload કરેલ હોય, તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા (લેખિત પરીક્ષા/ઇન્ટરવ્યુ/વિગેરે) સમયે તેવો જ ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે.

જાહેરાતમાં માંગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત/ ડીગ્રી મેળવ્યા બાદનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે. તે પહેલાનો અનુભવ કોઇપણ સંજોગોમાં માન્ય ગણાશે નહિ. અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે ઉમેદવારે અરજીમાં જે અનુભવ દર્શાવેલ હોય તેના સમર્થનમાં અનુભવનો સમયગાળો (દિવસ, માસ, વર્ષ) તથા બજાવેલ ફરજોનો પ્રકાર/ મેળવેલ અનુભવની વિગતો સહીત માન્ય સંસ્થાનું ઇન્વર્ડ/આઉટવર્ડ નંબર તથાં તારીખ સાથેનું જ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. માત્ર ઓફર લેટર કે એપોઇન્ટમેન્ટ લેટર અનુભવના પુરાવા તરીકે અમાન્ય ગણાશે પરંતુ જો તેની સાથે વખતો-વખત સંસ્થા દ્વારા અપાયેલ ઈજાફા કે પ્રમોશનના હુકમ, પગાર અન્ય આધારભૂત ગણી શકાય તેવા પુરાવા રજૂ કર્યેથી, તેની પૂરતી ચકાસણી કર્યા બાદ યોગ્ય અનુભવ માન્ય ગણવામાં આવશે. 

આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૫(પાંચ) વર્ષની છૂટછાટ આપવામાં આવશે તેમજ આરક્ષિત વર્ગનાં મહિલા ઉમેદવાર આરક્ષિત વર્ગની જગ્યા પર અરજી કરશે તો તેમને ૫(પાંચ) વર્ષની છુટછાટ તથા ૫(પાંચ) વર્ષ મહિલા અનામતના એમ કુલ ૧૦(દસ) વર્ષની છુટછાટ આપવામાં આવશે. સરકારશ્રીના ધારાધોરણ મુજબ વધુમાં વધુ ૪૫ વર્ષની મર્યાદા રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહિ. પરંતુ જો તેની સાથે વખતો-વખત સંસ્થા દ્વારા અપાયેલ ઈજાફા કે પ્રમોશનના હુકમ, પગાર સંબંધિત પુરાવા કે અન્ય આધારભૂત ગણી શકાય તેવા પુરાવા રજૂ કર્યેથી, તેની પૂરતી ચકાસણી કર્યા બાદ યોગ્ય જણાયેથી આવો અનુભવ માન્ય ગણવામાં આવશે.

અનામત જાતિના ઉમેદવારે તેની જાતિ અંગેનું (અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ તથા ખાર્થિક રીતે નબળા વર્ગ(EWS)) અંગેનું ગુજરાત સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ નમૂના મુજબનું સરકારશ્રીના સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

મૂળ ગુજરાતના હોય તેવા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગ(EWS)ના ઉમેદવારોના કિસ્સામાં ઉપલી વયમર્યાદામાં પાંચ (૫) વર્ષની છુટછાટ આપવામાં આવશે. ગુજરાત રાજ્ય સિવાયના અન્ય રાજ્ય દ્વારા ઇસ્યુ કરેલ ઉપરોક્ત જાતિના સર્ટી.ને આધારે અનામત અંગેનો કોઇ પણ લાભ મળવાપાત્ર રહેશે નહી.

મૂળ ગુજરાતના અનામત જાતિના ઉમેદવારે અનામત જગ્યા ઉપર કે બિનઅનામત જગ્યા ઉપર અરજી કરવાની છે કે કેમ ? તે ઓનલાઈન અરજી ફોર્મમાં સ્પષ્ટ જણાવવાનું રહેશે અને મૂળ ગુજરાતના અનામત જાતિના ઉમેદવારો બિનઅનામત જગ્યા ઉપર અરજી કરશે તો આવા ઉમેદવારોને બિનઅનામત જગ્યા ઉપર ઉમેદવારોને લાગુ પડતા ધારા-ધોરણો લાગુ પડશે. તમામ કેટેગરીના ઉમેદવારો માટે ઉપલી વયમર્યાદા તમામ પ્રકારની છુટછાટ સાથે કોઇપણ સંજોગોમાં અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે ૪૫ વર્ષથી વધુ હોવી જોઇએ નહી, સિવાય કે રાજકોટ મહાનગરપાલિકા ની નોકરીમાં હોય ઉમેદવારે ઓનલાઇન અરજીમાં જે જાતિ (કેટેગરી) દર્શાવેલ હશે તેમાં પાછળથી કેટેગરી બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે ઉમેદવારોએ જાતિ પ્રમાણપત્ર ઉપરાંત ઉજન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવાનું સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવથી નિયત થયેલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

ઇસ્યુ થયેલ ઉજન્નત વર્ગમાં સમાવેશ નહીં થવા અંગેના પ્રમાણપત્રની મહત્તમ અવધિ ઇસ્યુ થયા-વર્ષ સહિત ત્રણ નાણાકીય વર્ષની રહેશે પરંતુ આવુ પ્રમાણપત્ર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ કરેલ હોવુ જોઇએ અને આવા પ્રમાણપત્રની માન્યતા/ સ્વીકૃતિ તથા સમયગાળાના અર્થઘટન બાબતે સરકારશ્રીના ઠરાવો/પરિપત્રોની જોગવાઈઓ આખરી ગણાશે. પ્રમાણપત્રનો નંબર તથા તારીખ ઓનલાઈન અરજી ફોર્મમાં દર્શાવવાનો રહેશે તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજુ કરવાનું રહેશે. આવા પ્રમાણપત્રમાં કોઇ ભૂલ હોવાને કારણે ઉમેદવાર જાહેરાતની તારીખ બાદનું નવું પ્રમાણપત્ર મેળવે તો પણ સદર વર્ગના ઉમેદવાર તરીકે પાત્ર થવા માટે ઓનલાઇન અરજીમાં જણાવેલ પ્રમાણપત્ર જ માન્ય રહેશે.

પરિણિત મહિલા ઉમેદવારે આવું પ્રમાણપત્ર તેણીના માતા-પિતાની આવકને આધારે જ કરવાનું રહેશે. જો આવા ઉમેદવારોએ તેમના પતિની આવકને આધારે આવું પ્રમાણપત્ર રજૂ કરેલ હશે તો તેઓને અનામતનો લાભ મળવાપાત્ર રહેશે નહીં.

જો કોઈ ઉમેદવારે નિયત સમયગાળા દરમ્યાન ઇસ્યુ થયેલ નિયત નમૂનાનું પ્રમાણપત્ર રજુ કરેલ નહીં હોય તો તેઓની અરજી અમાન્ય ગણવામાં આવશે અને તેઓને બિનઅનામત જગ્યા સામે પણ વિચારણામાં લેવામાં આવશે नही

આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારો માટે

આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોએ રાજ્ય સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના દ્વારા નિયત થયેલ નમૂનામાં મેળવેલ પાત્રતા પ્રમાણપત્ર (અર્થાત તેઓ EWS Category હેઠળ આવે છે તે મતલબનું પ્રમાણપત્ર)ના નંબર અને તારીખ ઓન લાઈન અરજી કરતી વખતે દર્શાવવાની રહેશે તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંગાવવામાં આવે ત્યારે તે રજૂ કરવાનું રહેશે.

ઉમેદવારે ઓનલાઇન અરજી ફોર્મમાં યોગ્ય સ્થાને પોતાનો મોબાઇલ નંબર લખવો અનિવાર્ય છે, જે ઉપર ભવિષ્યમાં ભરતી અંગે સંદેશ આપી શકાય, યોગ્ય મોબાઈલ નંબર લખેલ ન હોય તેવા ઉમેદવારને સંદેશ ન પહોંચે તે અંગે રાજકોટ મહાનગરપાલિકાની કોઇ જવાબદારી રહેશે નહી

સદરહુ જગ્યાની ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારોને કોઈ જ લેખિત પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં. જેની નોંધ લેવી, ઉમેદવારોએ આ જગ્યાની આગળની ભરતી પ્રક્રિયા અંગેની જાણકારી માટે રાજકોટ મહાનગરપાલિકા ની વેબ સાઇટ http://www.rmc.gov.in જોતા રહેવા વિનંતિ છે.

ઉમેદવારોએ લેખિત પરીક્ષા/ ઇન્ટરવ્યુ માટે સ્વખર્ચે બનાવવાનું રહેશે. પસંદગીની પ્રક્રીયાના અધિકારો સક્ષમ સત્તા દ્વારા નક્કી કરેલ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટાફ સિલેક્શન કમિટી/મ્યુનિસિપલ કમિશનરશ્રી પાસે અબાધિત રહેશે અને આ કમિટી/મ્યુનિસિપલ કમિશનરશ્રીનો નિર્ણય આખરી ગણાશે.

પસંદગી પામેલ ઉમેદવારની નિમણુંક સત્તાધારી ઠરાવે તે શરતોને આધિન રહેશે.

ઉમેદવારે ઓનલાઇન અરજીમાં કોઇપણ વિગત ખોટી દર્શાવેલ હશે અથવા ભરતી પ્રક્રિયાના કોઇપણ તબક્કે ખોટી માલૂમ પડશે તો તેમની અરજી જે તે તબકે રદ કરવામાં આવશે તથા તેણે લાયકી ધોરણ (Passing Standard) મેળવેલ હશે તો પણ તેમની ઉમેદવારી રદ ગણાશે. તેમજ ભવિષ્યમાં પણ ઉમેદવારે નિમણુંક સમયે રજુ કરેલ જન્મતારીખ, શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, અનુભવ અને અન્ય પુરાવા ખોટા માલુમ પડશે કે શંકાસ્પદ જણાશે તો તેની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આવા ઉમેદવારની પસંદગીથી નિમણુંક થયેલ હશે તો કોઇપણ તબક્કે નિમણુંક રદ કરવામાં આવશે.

સીધી કે આડકતરી રીતે સ્ટાફ સિલેક્શન કમિટીના સભ્યો ઉપર લાવવામાં આવેલ દબાણ ઉમેદવારની ગેરલાયકાતમાં પરિણમશે.

આપેલ જાહેરખબર કોઇપણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેવા સંજોગોમાં તેમ કરવાનો રાજકોટ મહાનગરપાલિકાનો સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને રાજકોટ મહાનગરપાલિકા આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહી. સદર ખાલી પડેલ જગ્યાઓની ભરતી પ્રકીયા જે તે સમયના રોસ્ટર નિયમને આધીન કરવામાં આવશે. જાહેરખબરમાં આવેલ અરજીઓની સંખ્યાને ધ્યાને લઈ, તમામ ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા માટે વિચારણામાં લેવા કે મેરીટના આધારે શોર્ટલીસ્ટ કરી આગળની ભરતી પ્રકીયા/લેખિત પરીક્ષા/પ્રેક્ટિકલ ટેસ્ટ/ઓનલાઇન પરીક્ષા માટે વિચારણામાં લેવા તે અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો નિર્ણય અંતિમ ગણાશે. વધુમાં, લેખિત પરીક્ષા લેવાના સંજોગોમાં લેવાની થતી સંભવિત લેખિત/ઓનલાઈન પરીક્ષા ખ્યાતનામ સંસ્થા મારફતે જરૂર જણાયે એક કરતાં વધુ સેશનમાં/જુદા જુદા પ્રશ્નપત્રો અંતર્ગત વિભિન્ન પ્રશ્નોના સેટ મારફતે યોજવામાં આવશે. જે બાબતે ઉમેદવારો કોઇ તકરાર કરી શકશે નહી.

જાહેરખબરમાં આવેલ અરજીઓની સંખ્યાને ધ્યાને લઇ, આગળની ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોને માન્ય ગણવા અંગે નીતી નક્કી કરવા મ્યુનિ.કમિશનરશ્રીનો નિર્ણય આખરી ગણાશે.

નોંધ : ઓનલાઇન અરજી કરતા પહેલા એક વાર ઓફિશિયલ નોટીફિકેશન જરૂર વાંચો 

👉 ઓફિશિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો


script

👉 ઓનલાઇન અરજી કરવા માટે : અહી ક્લિક કરો 



Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...