College admission registrations open GCAS portal - �� *Panchmukham Citizen Service Center*��
Posts

College admission registrations open GCAS portal

College admission registrations open GCAS portal,Gujarat Common Admission Services (GCAS) Portal,Gujarat Common Admission Services-(GCAS),GCAS Portal

UG all courses admissions open Gujarat 2024 


GCAS અંતર્ગત ધોરણ-૧૨ પછી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ માટે વિધાર્થીઓ માટેની માર્ગદર્શિકા

રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે તમામ 14 સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા થઈ ગઈ છે અને હજુ વિદ્યાર્થી ને એક તક આપવા માટે ફરી વાર ઑનલાઇન અરજી આ વેબસાઇટ પર શરુ થઈ છે. ગુજરાત ની જે યુનિવર્સિટી માં વિદ્યાર્થીઓ એ જે તે કોલેજમાં એડમિશન લેવાનું હશે તે તમામ વિધાર્થીઓ એ આ પોર્ટલ પર જ અરજી કરવાની રહેશે. અરજીની વિગતો અને પ્રકિયા નીચે મુજબ અનુસરવાનું રહશે.

સરકારી યુનિવર્સિટીઓ તથા તેને સંલગ્ન સંસ્થા/કોલેજોના વિવિધ વિદ્યાશાખાઓનાં સ્નાતક, અનુસ્નાતક, સર્ટીફીકેટ, ડિપ્લોમા અને પીએચ.ડી. કક્ષાના પ્રોગ્રામ કે જેના પ્રવેશ કોઈ કાઉન્સીલ કે ACPC દ્વારા ન થતાં હોય તેવી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન GCAS પોર્ટલ ઉપર કરવાનું રહેશે.

GCAS એ અરજી કરવાનું પ્લૅટફૉર્મ છે. વિદ્યાર્થીને પ્રવેશ સંબંધિત યુનિવર્સિટી/કોલેજ તેમના પ્રવર્તમાન નિયમાનુસાર કરે છે કરવાનો રહશે.

GCAS પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એમ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

એક અરજીમાં વિદ્યાર્થી એક કરતાં વધુ પ્રોગ્રામ કોલેજ કે યુનિવર્સિટી પસંદ કરી શકશે. પરંતુ એક અરજી મારફત કોઈપણ એક જ પ્રોગ્રામમાં પ્રવેશ મળશે.

૧૦+રના આધારે થતાં પ્રોગ્રામ સ્નાતક કક્ષા બાદના પ્રોગ્રામ અને પીએચ.ડી માટેના ફોર્મ અલગ- અલગ રહેશે.

વિદ્યાર્થીએ પોતાને લાગુ પડતા સમયપત્રકમાં દર્શાવેલ સમયમર્યાદામાં ફોર્મ ભરવું, એકેડેમીક માહિતી ભરવી, કોલેજોની પસંદગી કરવી, ફી ભરવી અને અરજી સબમિટ કરવા સુધીની તમામ કાર્યવાહી કરવી. ત્યારબાદ સમય પત્રક માં જણાવ્યા અનુસારના દિવસો દરમ્યાન પ્રોવિજનલ પ્રવેશ યાદી જોવી, આખરી પ્રવેશ યાદી ચકાસવી, પોતાના GCAS લૉગિન માં મળેલ પ્રવેશ ઓફર ચકાસવી, કોલેજ પર પ્રમાણપત્રોની ચકાસણી કરાવી ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.

For affiliated and constituent colleges / Department of following Universities :


•Bhakta Kavi Narsinh Mehta University
•Children's University; Hemchandracharya •North Gujarat University
•Indian Institute of Teacher Education
•Krantiguru Shyamji Krishn Verma Kachchh University
•Maharaja Krishnakumarsinhji Bhavnagar University
•Saurashtra University
•Shree Somnath Sanskrit University
•Shri Govind Guru University
•The Maharaja Sayajirao University of Baroda 
•Veer Narmad South Gujarat University 


જરૂરી દસ્તાવેજો

>અરજદાર પાસે સક્રિય ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર હોવા જોઇએ.
>અરજદાર એક જ ઇમેઇલ આઇડી પરથી માત્ર એક જ વખત નોંધણી કરાવી શકે છે.
>અરજદાર પાસે 50 K.B. ના મહત્તમ કદ સાથે નવીનતમ ફોટો અને સહી હોવી આવશ્યક છે.
>સંપૂર્ણ અરજી ભરવા માટેઅરજદાર પાસે મહત્તમ 200 કે.બી.ની સાઇઝના દસ્તાવેજો હોવા જોઈએ
>તાજેતરની માર્કશીટ
>શાળા છોડવાનું પ્રમાણપત્ર
>જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
>નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (જો લાગુ પડેતો)
>દિવ્યાંગતા પ્રમાણપત (જો લાગુ પડેતો)
>ઇડબલ્યુએસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
>નિવાસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)

Process Step For Admission 

Round 1 
Days Step Process 
15-05-2024 to 2-06-2024 
STEP 1 
Perform Registration, Academic Profile Filling, Choice Filling, Registration fees 
Payment and Application submission on GCAS Portal 

STEP 2 
07-06-2024 to 10-06-2024 
Check Provisional Admission Offer on GCAS Portal, 
File Grievance to Universities/ Colleges (if any) 


STEP 3 
13-06-2024 to 21-06-2024 
Check Final Admission Offer on GCAS Portal, Get print of Offer Letter, Report for 
admission to Respective Colleges with all original and One set of Self attested 
photocopy, Pay fees to college and Confirm your admission 

Round 2 (if admission not confirmed in Round-1) 
27-06-2024 to 29-06-2024 
Check New Admission Offer on GCAS Portal, Get print of Offer Letter, Report for 
admission to Respective Colleges with all original and One set of Self attested 
photocopy, pay fees to college and Confirm your admission 

Round 3 (if admission not confirmed in Round-1 & 2) 
05-07-2024 to 07-07-2024 
Update choice of Program/College/University on GCAS Portal 


16-07-2024 to 19-07-2024 
Check New Admission Offer on GCAS Portal, Get print of Offer Letter, Report for 
admission to Respective Colleges with all original and One set of Self attested 
photocopy, pay fees to college and Confirm your admission 

પ્રોવિઝનલ પ્રવેશયાદી

અરજી કરવાની છેલ્લી તારીખ બાદ સમયપત્રકમાં જણાવ્યા અનુસાર યુનિવર્સિટી/કોલેજો દ્વારા પ્રોવિઝનલ પ્રવેશયાદી જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થી GCAS પોર્ટલ પર લૉગિન થઇ તેણે જે યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ પ્રવેશફોર્મમાં પસંદ કરેલ હશે તે તમામ માટે પ્રોવિઝનલ પ્રવેશયાદી જોઈ શકશે.

વિદ્યાર્થી દ્વારા ગ્રિવન્સ:

પ્રોવિઝનલ પ્રવેશયાદી જાહેર થયા બાદ સમયપત્રકમાં જણાવ્યા અનુસાર પ્રોવિઝનલ પ્રવેશયાદી સંબંધિત જો કોઈ વાંધો હોય તો વિદ્યાર્થી જે તે યુનિવર્સિટી કોલેજ ને ગ્રિવન્સ આપી ત્યાંથી ઉકેલ મેળવી શકશે.

ફાઈનલ પ્રવેશયાદી:

પ્રોવિઝનલ પ્રવેશયાદી સંબંધિત જો કોઇ ગ્રિવન્સ મળેલ હોય તો તેના નિકાલ બાદ યુનિવર્સિટી કોલેજ દ્વારા પોતાની કોલેજની ફાઇનલ પ્રવેશયાદી જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થી દ્વારા OTP મારફત રિપોર્ટિંગ:

જે તે પ્રોગ્રામ માટેની ઇન્ટેકને આધારે પ્રવેશ માટે ફાઇનલ થયેલ વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ ઑફર આપવામાં આવશે. વિદ્યાર્થી GCAS પોર્ટલ પર લૉગિન થઇ તેને જેટલી યુનિવર્સિટી/કોલેજમાંથી જેટલા પ્રોગ્રામ માટે ઑફર આપવામાં આવેલ હશે તે તમામ ઑફર જોઇ શકશે. વિદ્યાર્થીએ આપેલ પ્રેફરેન્સ માંથી કોઈપણ એક કોલેજમાં પોતાની પસંદગીની કોઈ એક કોલેજનો પ્રવેશ ઓફર લેટર ડાઉનલોડ કરી જે તે કોલેજ પર રિપોર્ટિંગ કરી પ્રવેશ કન્ફર્મ કરાવી શકશે. પ્રવેશ કન્ફર્મ કરતી વખતે વિદ્યાર્થીના રજિસ્ટર્ડ મોબાઈલ-ઈમેલ જે વિદ્યાર્થીએ જે-તે કોલેજને આપવાનો રહેશે. ૧ પર ઓ.ટી.પી. જનરેટ થશે

નોંધ: પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીને પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મળતો હોય અને તે વિદ્યાર્થીએ સંબંધિત કોલેજમાં પોતાનો પ્રવેશ કન્ફર્મ ન કરાવ્યો હોય તો તેવા સંજોગોમાં તે વિદ્યાર્થી હવે પછી સંબંધિત કોલેજમાં પ્રવેશ મેળવી શકશે નહીં.

પ્રવેશનો દ્વિતીય રાઉન્ડ

આ રાઉન્ડમાં માત્ર એવા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે કે જેઓએ GCAS પોર્ટલ પર પ્રવેશ માટે ઓનલાઈન અરજી સબમિટ કરેલ હોય અને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ નથી. એટલે કે વિદ્યાર્થીએ કોઈપણ કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરેલ નથી અથવા તો તેને કોઈપણ કોલેજમાં પ્રવેશ ફાળવવામાં આવેલ નથી.

અપડેટેડ પ્રવેશયાદી:

પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ યુનિવર્સિટી/કોલેજ દ્વારા પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેલ જગ્યા પર અપડેટેડ પ્રવેશયાદી જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થી દ્વારા OTP મારફત રિપોર્ટિંગ:

અપડેટેડ પ્રવેશયાદી જાહેર થયા બાદ કોલેજોની ફાઈનલ પ્રવેશ ઓફર વિદ્યાર્થીને તેના GCAS ડેશબોર્ડમાં દર્શાવવામાં આવશે. વિદ્યાર્થી પોતાની પસંદગીની કોઈ એક કોલેજનો પ્રવેશ ઓફર લેટર ડાઉનલોડ કરી જે તે કોલેજ પર રિપોટિંગ કરી પ્રવેશ કન્ફર્મ કરાવી શકશે. પ્રવેશ કન્ફર્મ કરતી વખતે વિદ્યાર્થીના રજિસ્ટર્ડ મોબાઈલ અને ઈમેલ પર ઓ.ટી.પી. જનરેટ થશે જે વિદ્યાર્થીએ જે-તે કોલેજને આપવાનો રહેશે.

પ્રવેશનો તૃતીય રાઉન્ડ

આ રાઉન્ડ પણ ઉપર મુજબ ના પહેલા બંને રાઉન્ડ સમાન જ રહશે. આ રાઉન્ડ માં ઑનલાઇન અરજી કરવા માટેની વધુ એક તક વિધાર્થીઓ ને આપવામાં આવેલ છે જે મુજબ ....

સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન અને અરજી કરવાની તારીખ : ૪ જુલાઈ થી લઇ ને ૬ જુલાઈ સુધી આપવામાં આવેલ છે તથા

અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન અને અરજી કરવાની તારીખ : ૧ જુલાઈ થી લઇ ને ૩ જુલાઈ સુધી આપવામાં આવેલ છે

તો આ નિયત તારીખ માં તમામ વિદ્યાર્થી એ અરજી કરી દેવાની રહેશે ત્યારબાદ અરજીની તારીખ પછી કોઈ વિદ્યાર્થી ઑનલાઇન અરજી કરી શકશે નહિ તો બાકી રહી ગયેલ વિધાર્થીઓ એ અરજી કરી દેવી.



ઑનલાઇન અરજી કરતા પહેલા એક વાર વિગત સૂચના અને નોટીફિકેશન જરૂર વાંચો જે નીચે આપેલ લિંક પર છે.


ઉમેદવારની નોંધણી અને પ્રવેશપ્રક્રિયા
અરજી કઈ રીતે કરવી તે જુઓ અહી આપેલ PDF પર PDF ડાઉનલોડ કરવા માટે નીચે ડાઉનલોડ આઇકોન પર ક્લિક કરો.

Timer download script
RESULT click to download icons

ઑનલાઇન અરજી કઈ રીતે કરવી તે વિગત અને પ્રક્રિયા જાણવા માટે નીચે ડાઉનલોડ પર ક્લિક કરો:

RESULT click to download icons

ઑનલાઇન ફોર્મ ભરવા અને અરજી કરવા માટે : અહી ક્લિક કરો 






Post a Comment

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...