મીડિયમ સાઈઝના ગુડ્ઝ કેરેઝ વાહન અને ટ્રેક્ટર ટ્રેલર માટે યોજના i khedut gujarat
ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ કાર્યરત છે. કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના હેતુસર આઇ ખેડુત પોર્ટલ પર ગુડ્ઝ કરેજ વાહન તેમજ ટ્રેકટર ટ્રેલર માટે 'કિસાન પરિવહન યોજના- અંતર્ગત ઓનલાઇન અરજીઓ ખેડૂતો પાસેથી માંગવામાં આવેલ છે.
સૌપ્રથમવાર ટ્રેક્ટર ટ્રેલર ટ્રોલી,લારી અને નાના ભાર વાહક વાહનોની સબસીડી મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તે માટે ખેડૂતો એ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અરજી કરવા માટેની તારીખ :
૨૬/૧૧/૨૦૨૪ સવારે ૧૦:૩૦ થી તા. ૦૨/૧૨/૨૦૨૪ સુધી ટ્રેક્ટર ટ્રેલર અને નાના ભાર વાહક માટે અરજી થઈ શકશે.
વાહનોની સબસીડી મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે જેની લિંક અહી નીચે આપેલ છે.
વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજનામાં મીડીયમ સાઈઝના ગુડ્ઝ કેરેઝ છોટા હાથી જેવા વાહન અને ટ્રેકટર ટ્રેલર લારી માટે ઘટકમાં તા. ૨૬/૧૧/૨૦૨૪ સવારે ૧૦:૩૦ કલાકે થી તા. ૦૨/૧૨/૨૦૨૪ સુધી દિન-૭ માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં એટલે કે તા. ૦૧/૦૪/૨૦૨૪ બાદ CMVR (Central Motor Vehicles Rules) હેઠળ નોંધણી થયેલ ૬૦૦ કિ.ગ્રા. થી ૧૫૦૦ કિ.ગ્રા. સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા માલવાહક પૈકીના વાહન (છોટા હાથી જેવા) અને ટ્રેક્ટર ટ્રેલર (લારી) ઘટક માટે જે ખેડૂત લાભાર્થી ટ્રેક્ટરનું પાસિંગ ધરાવતા હોય અને ચાલુ નાણાંકીય વર્ષમાં RTO માં ટ્રેક્ટર ટ્રેલર (લારી)નું રજિસ્ટ્રેશન/પાર્સિંગ થયેલ હોય અથવા આગામી દિવસોમાં ખરીદીનું આયોજન કરી સહાય મેળવવા માંગતા ખેડૂતો મિત્રોએ અરજી કરવા વિનંતી છે.
યોજનાનું સહાય ધોરણ:
આ યોજનામાં અગાઉ ખરીદી કરીને બિલ રજૂઆત કરવાની જરૂરિયાત રહેશે નહીં. મંજૂરી મળ્યા ના ૬૦ દિવસની અંદર સાધનની ખરીદી કરવાની રહેશે યોજના હેઠળ મીડીયમ સાઈઝના ગુડ્ઝ કેરેજ વાહન (છોટા હાથી જેવા) ચાર પૈડા વાળા અને ૬૦૦ કિ.ગ્રા. થી ૧૫૦૦ કિ.ગ્રા. સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદવા માટે નાના/સિમાંત/ મહિલા/અનુ.જાતિ/અનુ.જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૩૫% અથવા રૂ.૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે અને સામાન્ય/અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ૨૫% અથવા રૂ.૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. ટ્રેક્ટર ટ્રેલર લારી ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના ૨૦ % અથવા રૂ.૩૦,૦૦૦/- બે પૈકી જે ઓછું હોય તે સહાય ચૂકવવામાં આવશે.
ખાસ નોંધ: ડ્રો સિસ્ટમ નીકળી ગઈ હોવાથી વહેલા તે પહેલાં ના ધોરણે મંજૂરી આપવામાં આવશે જેની ખાસ નોંધ લેવી
ઓનલાઇન અરજી કરવા માટે અહી નીચે આપેલ લિંક પરથી અરજી કરવાની રહેશે. આઈ-ખેડૂત પોર્ટલ સિવાયની બીજી અરજીઓની પણ લિંક એમાં સમય અનુસાર મૂકવામાં આવશે
અરજી સમયે સાથેના ડોક્યુમેન્ટ:
૮ અ (જમીન ખાતા નંબર), બેંક પાસબુક,આધારકાર્ડ
ખેડૂત પોતાના મોબાઇલમાંથી જ અહી નીચે આપેલ લિંક પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. તે યોજના પર ‘અરજી કરવા માટે અહિ ક્લિક કરો એવુ મેનુ દેખાશે જેના પર ક્લિક કરવાથી અરજી કરવા માટેનું પેજ ઓપન થશે.
👉 ઓનલાઇન અરજી કરવા માટે : અહી ક્લિક કરો
👉 HOME 🏠