ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જણાવવામાં આવેલ અખબારી યાદી મુજબ ધોરણ-૧૦ (SSC) ની સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨ (HSC) ના વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની કે વિધાર્થીઓ ની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં લેવાનાર મુખ્ય પરીક્ષા-૨૦૨૫નો કાર્યક્રમ તા.૧૫-૧૦-૨૦૨૫ના રોજ બોર્ડની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ હતો પરંતુ રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૦૨૫ની જાહેર રજાઓ પ્રસિધ્ધ કરેલ છે આ જાહેર રાજમાં જેમાં ધૂળેટીની રજા તા:૧૪-૦૩-૨૦૨૫ના રોજ જાહેર થયેલ છે તેથી હોળી તા:૧૩-૦૩-૨૦૨૫ના રોજ થનાર હોઈ જેને ધ્યાનમાં લઈ સંયુક્ત નિયામક (પરીક્ષા) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફક્ત ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવેલ છે જેની તમામ વિદ્યાર્થીએ નોંધ લેવી. જે મુજબ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા નવા ટાઈમ ટેબલ મુજબ તા.૨૭-૦૨-૨૦૨૫ થી તા.૧૭-૦૩-૨૦૨૫ દરમ્યાન યોજાશે.
આમ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થિનીઓની પરીક્ષાનો સુધારેલ કાર્યક્રમ બોર્ડની બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે જેની pdf અહીં નીચે આપેલ આપેલ છે ત્યાંથી તમામ વિદ્યાર્થી આ pdf ડાઉનલોડ કરી શકશે
તથા બોર્ડ ની મુખ્ય વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકશે જે www.gseb.org ઉપર મૂકવામાં આવેલ છે, જેની લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓએ વાલીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી